- મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ પાર્કનું નિર્માણ કરાયું
- બાળકો ક્રાંતિકારીઓને ઓળખે અને તેના વિશે જાણે તે માટે કરાયું નિર્માણ
- ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પણ મૂકવામાં આવી
મોરબી: આમ તો દરેક શહેરમાં બાળકોને રમવા માટે બગીચા હોય છે. જોકે જિલ્લામાં રવાપર ઘુનડા રોડ પર ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોએ અનોખા “આઝાદ પાર્ક (Azad Park) ” નું નિર્માણ કર્યું છે. જે પાર્કમાં બાળકોને રમવા માટે વિવિધ સાધનો તો છે જ સાથે બાળકો દેશની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓ (freedom fighters) ને ઓળખે, ક્રાંતિકારીઓના વિચારબીજ બાળકોમાં રોપાય તેવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Nelson Mandela : રંગભેદની બેડીઓ તોડીને દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનનારા 'ગાંધી'
સ્વચ્છતાના સંદેશ, વ્રુક્ષો વાવવા સહિતના સંદેશાઓ બનાવાયા
આ પાર્ક (park) અંગે સંસ્થાના અગ્રણી જણાવે છે કે, આઝાદ પાર્ક (Azad Park) માં બાળકો માટે ખાસ ક્રાંતિકારી સેના એક્સપ્રેસ ટ્રેન બનાવી છે. વૃક્ષો વાવવા (Planting trees) , સ્વચ્છતા (Hygiene) ના સંદેશ થકી બાળકોમાં સારા વિચારો આવે તેવા પ્રયત્નો કર્યા છે. એટલું જ નહિ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના ફોટો, સ્ટેચ્યુ (Statue of Azad) પાર્કમાં મૂકવામાં આવ્યું છે. તો આઝાદે જ્યાં અંતિમ શ્વાસ લીધા તે આલ્ફ્રેડ પાર્ક (Alfred Park) માં અંતિમ સમયનું ચિત્ર અને અન્ય પેઈન્ટીંગ મૂકીને બાળકોને ક્રાંતિકારીઓની બહાદુરી અને દેશભક્તિથી પરિચિત કરાવીને બાળકોમાં દેશભક્તિના બીજ રોપાય તેવા સુંદર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Chanra Shekhar Azad Birth anniversary: ભારતના આ વીરે કઈ રીતે અંગ્રેજોની ઉંઘ હરામ કરી હતી, જાણો