- મોરબીના ધનવંતરી ભવન ખાતે નિદાન આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
- નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
- જિલ્લામાં ચાર તાલુકામાં યોજાયો કેમ્પ
મોરબીઃ આ કાર્યક્રમમાં આયુર્વેદ ફોર કોવિડ પેનડેમિકની થીમ પર ધનવંતરી પૂજનની સાથે 'કોરોના અને જીવનશૈલી' વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ જ રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને ગોળીઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક શાખાના આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણ વડાવીયા, ડો. જીગ્નેશ બોરસાણીયા અને ડો. દીપ્તિ કંડેચાએ સેવા આપી હતી.