ETV Bharat / state

ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક, રેલવે ટ્રેક પર દિવાલ બનાવી - Attempt to overturn Wankaner Morbi train

વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો (Wankaner Morbi Demu Train)પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સદનસીબે બનાવ સમયે ડેમુ ટ્રેન ખાલી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે. અસામાજિક તત્વો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક, રેલવે ટ્રેક પર દિવાલ બનાવી

author img

By

Published : Jun 13, 2022, 1:53 PM IST

મોરબીઃ વાંકાનેર મોરબી વચ્ચે રેલવે ટ્રેક પ૨ ઇંટોના(Wankaner Morbi Demu Train) ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ રેલવે વિભાગને થતા રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી જઈને ઇંટોના જથ્થાને દુર કરવામાં આવ્યો હતો. મોરબી રહેતા અને રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબીમાં ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો સામે રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ ટ્રેન ઉથલાવવાનું કાવતરું, આ રીતે અસામાજીક તત્વોએ કર્યો પ્રયાસ

વાંકાનેર મોરબી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ - બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશ કુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી (Attempt to overturn Wankaner Morbi train)આવી હતી. બાદમાં મોડી રાત્રીના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેરથી મોરબી આવતી ટ્રેનને વાંકાનેર ઓવરબ્રીજ થી 100 મીટર મકનસર ગામ નજીક ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. બાદમાં ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા એટલું જ નહી ચાલક સલીમને રેલવે ટ્રેક પર થોડે ટ્રેકની આસપાસ ઇંટોના કટકા વિખેરાયેલા નજરે પડ્યા હતા. જેથી તુરંત ચાલક સલીમએ બનાવ અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ટ્રેન અટકાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી

રેલવેને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો - પ્રાથમિક તપાસમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું નહી હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી. આમ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ઇંટોના કટકાઓનો મોટો ઢગલો કરી રેલવેને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તકેદારીના ભાગ રૂપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે સદનસીબે બનાવ સમયે ડેમુ ટ્રેન ખાલી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે તો આવા અસામાજિક તત્વો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.