મોરબી: હાલ દેશભરમાં કોરોના વાઈરસની મહામારીને પગલે લોકડાઉન છે. ત્યારે પૂર્વ-મંજુરી વગર અનેક લોકો મોરબીમાં ઘુસી આવે છે. જેમાં બે મહિલા રાજકોટથી મોરબી તેના પિતાના ઘરે આવી હતી જેથી પોલીસે બે પુત્રી અને પિતા સહીત ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
કોરોના મહામારીને પગલે બહારથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવે છે. જેમાં ટંકારાના હરબટીયાળી ગામે હોમ ક્વોરેન્ટાઈન કરેલા આધેડે નિયમનો ભંગ કર્યો હતો જે કારણે તેની સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
રાજકોટના જામનગર રોડ પર રહેતા અંજુમબેન દિલાવર દલવાણી અને રાજકોટ જામનગર રોડ પર રહેતા કૌશર દિલાવર દલવાણીએ બંને મહિલા તેના પિતા ઈબ્રાહીમ અલીભાઈ દલ રહેવાસી મોરબી મચ્છીપીઠ પાસે મહેન્દ્રપરા શેરી નં 07માં આવ્યા હતા. જેથી આરોપી ઈબ્રાહીમ દલે તેની દીકરીને બોલાવી રાજકોટ જેવા હોટ સ્પોટમાંથી બે મહિલા આવી જાહેરનામાં ભંગ કરીને તેમજ કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાય તેવું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેરનામાં ભંગ હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
ટંકારાના હરબટીયાળી ગામે મહેશભાઈ પ્રેમજીભાઈ ડાકાએ હોમ ક્વોરેન્ટાઈન પિરિયડ 14 દિવસનો હોય કોરોના ગાઈડલાઈન નિયમનો ભંગ કર્યો હતો. આરોપીએ જાણવા છતાં હરબટીયાળી ગામના નવા પ્લોટ વિસ્તારમાં પોતાના ઘરે હાજર નહિં મળી આવી આવતા પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આરોપી સામે જાહેરનામાં ભંગ તેમજ ગુજરાત એપિડેમિક ડિસિઝ એક્ટ 2020 કલમ 13 (1) હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે.