ETV Bharat / state

મોરબીમાં આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર પાઠવાયું

author img

By

Published : Nov 24, 2020, 1:43 PM IST

મોરબીમાં આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને કોરોના ઇન્સેનટીવ તરીકે દૈનિક માત્ર રૂપિયા 33 અને માસિક રૂપિયા 1000 જ ચૂકવાય છે, જેથી દૈનિક રૂપિયા 300 ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મોરબીમાં આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર પાઠવાયું
મોરબીમાં આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર પાઠવાયું
  • આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર
  • નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને પાઠવ્યું આવેદન પત્ર
  • કોરોના ઈન્સેન્ટીવ તરીકે દૈનિક રૂપિયા 300 ચૂકવાય તેવી કરાઈ માગ

મોરબીઃ ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો મામલે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને દૈનિક રૂપિયા 300 ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

દૈનિક રૂપિયા 33 ચુકવવામાં આવે છે ઇન્સેન્ટીવ

નાયબ મુખ્યપ્રધાનને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, ગામડાઓ અને શહેરોમાં આશા વર્કરો અને ફેસીલીટર બહેનો, કોરોનાની જોખમી કામગીરી કરી રહ્યાં છે, રવિવારની રજા રાખ્યા વિના સવારથી સાંજ સુધી રેડ ઝોન એરિયામાં જોખમી સેવા આપે છે. સરકારના અન્ય વિભાગમાં જેમ કે, ગૃહ વિભાગમાં ટ્રાફિક સેવકોને રૂપિયા 300 કોરોના ઈન્સેન્ટીવ અપાય છે. ત્યારે આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને કોરોના ઈન્સેન્ટીવ તરીકે દૈનિક માત્ર રૂપિયા 33 અને માસિક રૂપિયા 1000 જ ચૂકવાય છે, જેથી દૈનિક રૂપિયા 300 ચૂકવાય તેવી માંગ કરવામાં આવી છે.

આશા વર્કરને ડ્રેસ અને સાડી આપવા કરાવામાં આવી રજૂઆત

જિલ્લા અને તાલુકામાં કોરોના ઈન્સેન્ટીવ રકમો ચૂકવાઈ છે, પણ કેટલાક જિલ્લા અને તાલુકામાં છેલ્લા ત્રણ માસથી જાહેર કરેલી રકમો ચૂકવાઈ નથી. આશા વર્કરને ડ્રેસ આપ્યાને ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ હજી નવા ડ્રેસ આપવામાં આવ્યા નથી જેથી બીજા ડ્રેસ અને સાડી આપવી જરૂરી છે. હેલ્થ વિભાગની ફેસીલીએટર બહેનોને સાડી ડ્રેસ આપવાની જાહેરાતને 1 વર્ષ થયું હોવા છતાં હજું પણ ડ્રેસ કે સાડી આપવામાં આવ્યાં નથી, જેથી બહેનોને સાડી-ડ્રેસ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. ફેસીલીએટર બહેનોની સંખ્યા માત્ર 3700 જ છે જેથી આશા વર્કરોની માંગણીઓ તાકીદે સંતોષાય તેવો અનુરોધ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.