ETV Bharat / state

અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારતા 3 ના મોત, 2 ઇજાગ્રસ્ત - morbi latest news

હળવદના ધનાળા ગામના પાટિયા પાસે નજીક મોડી રાત્રીના કચ્છ જતી એમ્બ્યુલન્સનો ગમ્ખવાર અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

Ambulance going from Ahmedabad to Kutch overturned
અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારી, ત્રણના મૃત્યુથી અરેરાટી
author img

By

Published : Dec 5, 2020, 8:06 PM IST

  • હળવદના ધનાળા ગામના પાટીયા પાસે અકસ્માત
  • અમદવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલ્ટી
  • અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત, ત્રણના મોત

મોરબી : હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ પરિવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં માંડવી તાલુકાના રહેવાસી ગઢવી પરીવારના સભ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. તેમજ અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયતમાં સુધારો થતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારી, ત્રણના મૃત્યુથી અરેરાટી

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ

આ અકસ્માતમા વાલજીભાઈ કાન્યાભાઈ ગઢવી, કાન્યાભાઈ પબુભાઈ ગઢવી, વસંતભાઈ હરિભાઈ ગઢવીના મોત નીપજ્યા હતા. તો રામભાઇ ગઢવી, પિન્ટુભાઇ કાનજીભાઇ હળવદીયાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગઢવી પરિવારના એકસાથે ત્રણ સભ્યોના મોતને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ સ્થળ પર દોડી જઈને મૃતદેહને પી.એમ માટે ખસેડાયા હતા. તો બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.