- હળવદના શિશુ મંદિર ખાતે યોજાઈ સભા
- હળવદ ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
- સરકારે કરેલી કામગીરી લોકો સમક્ષ મૂકી મત આપવા કરી અપીલ
મોરબીઃ રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. જે બાદ ભાજપે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પોતાને ફાળે કરવા કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત આજે ગુરુવારે મોરબીના હળવદમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર દ્વારા સભા ગજવવામાં આવી હતી. જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
કોંગ્રેસને આડે હાથ લીધું
હળવદ તાલુકા પંચાયતની 20 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠક કબજે કરવા માટે આજે ગુરુવારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા હળવદના શિશુ મંદિર ખાતે સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ જયંતીલાલ કવાડીયા, મહામંત્રી રણછોડ દલવાડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે હળવદની તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સરકારની કામગીરી લોકો સમક્ષ મૂકી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.