ETV Bharat / state

મોરબી નજીક પલટી મારી ગયેલી કારમાંથી દારૂ ઝડપાયો, 2 LRD જવાન ઝડપાયા - Lok Rakshak Dal

ગુજરાતમાં નામ પુરતી જ દારૂબંધી છે. ગુજરાતના દરેક શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. તો કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોય તેમ મોરબી પાસેથી એલઆરડી જવાનો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. મોરબીના જાંબુડિયા નજીક સ્કોર્પીઓ કાર પલટી માર્યા બાદ કારમાંથી દારૂ મળી આવતા પોલીસે બે એલઆરડી જવાનને ઝડપી તપાસ ચલાવી છે.

બે એલઆરડી જવાન ઝડપાયા
બે એલઆરડી જવાન ઝડપાયા
author img

By

Published : Jan 21, 2021, 1:37 PM IST

  • મોરબી નજીક પલટી મારી ગયેલી કારમાંથી દારૂ સાથે બે એલઆરડી જવાન ઝડપાયા
  • કાર પલટી ગયા બાદ અન્ય કારમાં દારૂ સગેવગે કરાયો
  • સ્કોર્પિયો કાર પલટી મારી જતા દારૂનો જથ્થો મળી આવ્યો, પોલીસ દોડતી થઇ

મોરબી : જિલ્લાના જાંબુડિયા નજીક સ્કોર્પીઓ કાર પલટી મારી હતી. જે બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તો કારમાંથી દારૂની 3 પેટી 36 નંગ કીમત રૂ 18,600 અને બીયર નંગ 32 કીમત રૂ 3200નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર અને દારૂ-બીયર તેમજ 2 મોબાઈલ સહીત 5,46,920ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. તો કારમાં સવાર આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા અને પૃથ્વીસિંહ રણજીતસિંહ જાડેજાને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક પલટી મારી ગયેલી કારમાંથી દારૂ ઝડપાયો

કાર પલટી ગયા બાદ અન્ય કારમાં દારૂ સગેવગે કરાયો

કારમાં દારૂનો વધુ જથ્થો હતો. પોલીસ ટીમ પહોંચે તે પૂર્વે જ બંને એલઆરડી જવાનોએ દારૂનો જથ્થો ઇકોમાં ભરી રવાના કરી દીધો હતો.આ મામલે હાલ પોલીસે કોઈપણ જવાબ આપ્યો ન હતો. પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતુ. ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે પરંતુ દારૂની હેરાફેરી કાયમી જોવા મળે છે એટલું જ નહિ પોલીસ વિભાગ સાથે જોડાયેલ એલઆરડીના જવાનો જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. ત્યારે કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો સમાજને કોણ બચાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.