મળતી માહિતી મુજબ માળીયાનગર પાલિકાના કાઉન્સિલર આમીનભાઈ ભટ્ટીની ફરિયાદ અનુસધાને માળીયા કોડ નં. 2 ની જ્ઞાનબા ભીખુભા વાઘેલા નામની વર્કર દ્વારા ભ્રષ્ટચાર અને આંગણવાડીમાં કાયમી બેદરકારીની પ્રોગ્રામ ઓફિસરને લેખિત ફરિયાદ કરેલ જેને પગલે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તત્કાલિક પગલા ભરી આંગણવાડી કોડ નં 2 ની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન વર્કર જ્ઞાનબા ભીખુભા વાઘેલાની અનેક બેદરકારી અને ભ્રષ્ટચાર સામે આવ્યા હતા. જેમાં હાજરીપત્રકમાં ખોટી હાજરીઓ ભરી વધારાનું અનાજ ચાઉ કરી ગયા હોય અને આંગણવાડીમાં બાળકો માટે સરકાર દ્વારા આપવામાં આવતી તમામ રમકડા કીટ, રાશન કીટનો દુરૂપયોગ કરેલ હતો. આંગણવાડી કેન્દ્ર બાળકો માટે જરાય પણ સિક્યોર હતુ નહીં આવી અનેક બેદરકારીઓને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણે તાત્કાલિક વર્કર જ્ઞાનબા ભીખુભા વાઘેલાને ફરજ મુક્ત કરીને વર્કરનું માનદ વેતન સમાપ્ત કરેલ છે.
વર્કર જ્ઞાનબા ભીખુભા વાઘેલાએ કરેલ ભ્રષ્ટચાર બદલ રિકવરી કરવાના આદેશ આપેલા અને અન્ય 2 વર્કરોની પણ બેદરકારી બદલ ફરજ ઉપરથી મુકત કરેલ હતા. આમ કુલ 3 વર્કરોને ફરજ ઉપરથી મુક્ત કરી અને અન્ય 3 બીજા વર્કરોને નોટિસ પાઠવીને યોગ્ય થવાના આદેશ આપ્યા હતા.