મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એન્ગલની ચોરીના આરોપી અંગે બાતમી મળતા કાજરડા ગામની સીમમાંથી આરોપી અઝરૂદ્દિન બિલાલ કાજેડીયા અને અસગર રમજાન મોવરને ઝડપી ચોરીમાં મળેલા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ટાવરની 12,800ની કિંમતની 64 એન્ગલોનો મુદ્દામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને મોરબીમાં ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસે કમર કસી છે.
જ્યારે અન્ય ચોરીના બનાવમાં જાંબુડિયા ગામ પાસેના અર્પિતા કિરાણા સ્ટોર દુકાનમાંથી માલસામાન અને રોકડ સહીત 11,500ના મુદ્દામાલની ચોરી અંગે હસમુખભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ બાદ તાલુકા પીએસઆઈ ટીમે તપાસ ચલાવી હતી.
જેમાં બાતમીને આધારે રફાળેશ્વર ગામ પાસેથી આરોપી રાજેશ ઉર્ફે રાજો ઉર્ફે કાલિયો કૌશલ આહીને ઝડપી લઈને મુદ્દામાલ રીકવર કર્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી બે મોબાઈલ મળી આવતા સઘન પૂછપરછમાં આરોપીએ જાંબુડિયા પાસે ઉભેલા ટ્રકમાંથી ચોરી કર્યાની તેમજ વર્ષ 2017 માં તેના સાગરીતો સાથે લાલપર ગામે મોબાઈલ દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી.