મોરબી જિલ્લા પોલીસવડા ડૉ.કરનરાજ વાઘેલાની સુચના અને SOG PI એસ. એન.સાટીના માર્ગદર્શન હેઠળ SOG ટીમ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન SOG ટીમના કિશોર મકવાણા અને ધર્મેન્દ્ર વાઘડીયાને મળેલી બાતમીને આધારે મોરબી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મોરબીના હદપારી કેસમાં મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લામાં એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો.
આ ઇસમ જુસબ હબીબ મોરબી વેજીટેબલ રોડ પરથી મળી આવ્યો હતો. જેને હદપારી હુકમનો ભંગ કરતા ધોરણસરની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે.