ETV Bharat / state

મોરબીની આમરણ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં, વાંચો ETVનો વિશેષ અહેવાલ

author img

By

Published : Oct 11, 2019, 10:34 AM IST

મોરબી: ગુજરાત સરકાર શિક્ષણ માટે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો ચલાવે છે. પરંતુ, સરકારી શાળાઓમાં બાળકોને સારુ શિક્ષણ મળે તે માટે દિશામાં સરકાર ગંભીરતા દાખવતી નથી. મોરબી તાલુકાના આમરણ ગામની હાઈસ્કૂલની ઈમારત વર્ષો જૂની છે અને જર્જરિત હાલતમાં છે. વાંચો ETV ભારતનો વિશેષ અહેવાલ...

morbi

મોરબીના આમરણ ગામે આવેલી સી.એલ.પરીખ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10નો અભ્યાસ ચાલે છે અને ગ્રાન્ટેડ શાળાની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી. જે બાદ આ શાળાની બિલ્ડીંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી શાળાની હાલત જર્જરિત છે. શાળાની છતમાંથી પોપડા ખરે છે અને જર્જરિત ઈમારત ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.

મોરબીની આમરણ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં, વાંચો ETVનો વિશેષ અહેવાલ

શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું કે, આમરણ ચોવીસી કહેવાતા 24 ગામોના 172 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. જો કે, શાળાની સ્થિતિ સારી નથી અને તાકીદે સમારકામની જરુર છે. અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ, બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમાં છે. બીજા ગામે સ્થળાતર થઇ શકે તેવી કોઈ જગ્યા નથી.

શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ જીવના જોખમ સાથે શિક્ષણ લેવા મજબૂર છે.

આમરણ ગામની હાઈસ્કૂલની જર્જરિત સ્થિતિ અંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, શાળાના બિલ્ડીંગ અંગે ફરિયાદ મળતા 14 ઓગસ્ટના રોજ વિઝીટ કરવામાં આવી હતી. આ અંગે આચાર્ય અને ટ્રસ્ટીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જો કે, શાળાએ સલામતી અંગેનું પ્રમાણપત્ર લીધું નથી અને મકાન વપરાશ લાયકના હોવાનું પ્રમાણપત્ર પણ મળ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં ગ્રાંન્ટનો નિયમ મુજબ વપરાશ કરવામાં આવ્યો નથી. જરૂરી સમારકામ કરવામાં બેદરકારી રાખવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે, નહી?

Intro:gj_mrb_03_school_damage_bite_01_pkg_gj10004
gj_mrb_03_school_damage_bite_02_pkg_gj10004
gj_mrb_03_school_damage_bite_03_pkg_gj10004
gj_mrb_03_school_damage_bite_04_pkg_gj10004
gj_mrb_03_school_damage_visual_01_pkg_gj10004
gj_mrb_03_school_damage_visual_02_pkg_gj10004
approved by desk
gj_mrb_03_school_damage_pkg_gj10004
Body:મોરબીના આમરણ ગામની હાઈસ્કૂલ જર્જરિત, ગામે ત્યારે અકસ્માત સર્જી સકે !
એન્કર :
         રાજ્ય સરકાર શાળાઓમાં ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના તાયફાઓ ચલાવે છે પરંતુ સરકારી શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ મળે, શાળાનું સલામત બિલ્ડીંગ મળે તે દિશામાં સરકાર ગંભીરતા દાખવતી નથી તેનું જીવંત ઉદાહરણ મોરબી તાલુકાના આમરણ ગામની હાઈસ્કૂલની સ્થિતિ જોઇને મળી સકે છે કારણકે હાઈસ્કૂલની ઈમારત વર્ષો જૂની છે અને છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે જે શાળાની છત ગમે ત્યારે તૂટી સકે છે અને મોટી દુર્ઘટના સર્જી સકે છે આમ છતાં પણ સરકાર કે તંત્રને બાળકોના જીવની પરવા ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તો આવો જોઈએ આમરણ ગામની હાઈસ્કૂલની પરિસ્થિતિ અને શું કહે છે શાળાના બાળકો અને ઇન્ચાર્જ પ્રિન્સીપાલ આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં.....
વીઓ : ૧
         મોરબીના આમરણ ગામે આવેલ સી એલ પરીખ હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૦ નો અભ્યાસ ચાલે છે અને ગ્રાન્ટેડ શાળાની સ્થાપના વર્ષ ૧૯૬૧ માં કરવામાં આવી હોય જોકે બાદમાં શાળા બીલ્દીન ની મરમ્મત માટે યોગ્ય કાર્યવાહી કરાઈ ના હોય જેથી શાળા બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે છતમાંથી પોપડા ખરે છે અને જર્જરિત ઈમારત ગમે ત્યારે અકસ્માત સર્જી સકે છે શાળાના ઇન્ચાર્જ આચાર્ય જણાવે છે કે આમરણ ચોવીસી કહેવાતા ૨૪ ગામોના ૧૭૨ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે જોકે શાળાની સ્થિતિ સારી નથી અને તાકીદે રીપેરીંગની જરુરત છે અગાઉ રીપેરીંગ કર્યા હતા જોકે બિલ્ડીંગ હાલ જર્જરિત છે જેથી વિદ્યાર્થીઓ માથે સતત જોખમ જોવા મળે છે જોકે ગામમાં અન્ય સ્થળે સ્થળાંતર થઇ સકે તેવડું બિલ્ડીંગ ઉપલબ્ધ નથી
બાઈટ ૧ : દેવરાજભાઈ કુંડારિયા – ઇન્ચાર્જ આચાર્ય, હાઈસ્કૂલ
વીઓ : ૨
         હાઈસ્કૂલનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે છતાં પણ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા રીપેરીંગ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા તેઓ ભય સાથે જણાવે છે કે બીજો કાઈ ઓપ્શન નથી એટલે જોખમ લઈને પણ અહી ભણવા માટે આવવું પડે છે જોકે અભ્યાસમાં ધ્યાન આપવું કે છત પર તે જ સમજાતું નથી કારણકે છત પરથી અનેક વખત પોપડા ખરે છે અને બિલ્ડીંગ તૂટી પડે તેવું હોય જેથી અકસ્માતનો ભય સતત મગજમાં ઘુમરાયા કરે છે અને અભ્યાસમાં પણ પુરતું ધ્યાન આપી સકતા નથી તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે
બાઈટ ૨ : ત્રિવેણી ગડારા – વિદ્યાર્થીની
બાઈટ 3 : મંગલ ભાવદયા – વિદ્યાર્થી
વીઓ : 3
         આમરણ ગામની હાઈસ્કૂલની જર્જરિત સ્થિતિ અંગે જીલ્લા શિક્ષણાધિકારી જણાવે છે કે શાળાના બિલ્ડીંગ અંગે ફરિયાદ મળતા ૧૪ ઓગસ્ટના રોજ વિઝીટ કરી હતી અને શાળાના બિલ્ડીંગની સ્થિતિ સારી ના હોય જેથી આ અંગે આચાર્ય અને ટ્રસ્ટીને જરૂરી સૂચનાઓ આપી હતી જોકે શાળા સલામતી અંગેનું પ્રમાણપત્ર લીધું નથી અને મકાન વપરાશલાયક ના હોવાનું પ્રમાણપત્ર પણ મળ્યું હોવાનું ધ્યાને આવ્યું છે ગ્રાન્ટેડ શાળા હોવા છતાં ગ્રાન્ટનો નિયમ મુજબ વપરાશ કર્યો નથી અને જરૂરી સમારકામ કરવામાં બેદરકારી દાખવાઈ હોય તેવું જણાઈ આવે છે તેમ જણાવ્યું હતું
બાઈટ ૪ : બી એમ સોલંકી – મોરબી જીલ્લા શિક્ષણાધિકારી
વીઓ : ૪
         આમ જીલ્લા શિક્ષણાધિકારી પણ સ્વીકારે છે કે શાળાના ટ્રસ્ટીઓએ બેદરકારી દાખવી છે અને જરૂરી પગલા ભર્યા નથી પરંતુ બાળકોની સલામતીની જવાબદારી શાળાના ટ્રસ્ટી અને આચાર્યની હોવાનું જણાવી રહ્યા છે અને ગ્રાન્ટેડ શાળા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી ના થતી હોય અને શાળામાં સલામતી જેવી મહત્વની ખામી હોય છતાં શાળા સામે કડક પગલા કેમ ભરાયા નથી તેવા સવાલો પણ વાલીઓ ઉઠાવી રહ્યા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.