ETV Bharat / state

મોરબી જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ - morbi samachar

ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.જેમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે પોતાના વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી.

સમીક્ષા અંગે બેઠક યોજાઈ
સમીક્ષા અંગે બેઠક યોજાઈ
author img

By

Published : May 30, 2020, 2:28 PM IST

મોરબીઃ ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.જેમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે પોતાના વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી.

મોરબી જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા આગામી વર્ષાઋતુની સિઝનમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા વિચારણા હાથ ધરીને વિવિધ સુચનો કર્યા હતા.તો આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા, બ્લડ ડોનરનું લીસ્ટ તૈયાર રાખવા, રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા, રોડ પરના સાઇન બોર્ડ ચેક કરવા, કાચા મકાનોનું સર્વે કરવા, તરવૈયાઓની યાદી કરવી, રેસ્ક્યુ ટીમની તૈયારી રાખવી, રેસ્ક્યુના સાધનો ચેક કરી લેવા, આશ્રય સ્થાનોની મુલાકાત લેવા જેવા સુચનો કરીને કામગીરીને એક અઠવાડીયામાં પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવમાંઆવી હતી.

કોરોના વચ્ચે રાહત બચાવની કામગીરી કરવામાં પણ માસ્ક, સેનેટાઇઝીંગ અને સોશ્યિલ ડિસ્ટન્સની કાળજી લેવા પણ તમામ અધિકારીઓને સુચના અપાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.