મોરબીઃ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે થાય તે માટે વિવિધ નોડેલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષ તેમજ ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની નોડેલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આગામી મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે થતા ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ થાય તે હેતુથી વિવિધ ટીમોની પણ રચના કરવમાં આવી છે. જેમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ સહિતની ટીમો દ્વારા ચૂંટણીના સમયે મોરબી વિધાનસભા ક્ષેત્રમાં મતદારોને રોકડ કે અન્ય સ્વરૂપે પ્રલોભન આપી પ્રભાવિત કરવાના પ્રયાસો થાય તેના પર નિયંત્રણ કરશે.
જિલ્લા પંચાયતના સભાખંડમાં મંગળવારે મળેલી મીટિંગની ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઇપણ વ્યક્તિ ગેરકાયદે અને આધાર પૂરાવા સિવાય રોકડ સાથે પકડાય કે મતદારોને પ્રભાવિત કરવા માટે જથ્થામાં કોઇ સામગ્રી વસ્તુઓની જપ્તી કરી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી ડી.એ. ઝાલા દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. વિવિધ સર્વેલન્સ ટીમની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ અને અધિકારીઓને પણ કામગીરીમાં કોઇપણ જાતની બેદરકારી ન દાખવવા સુચના આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ દ્વારા સર્વેલન્સ ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી સર્વેલન્સ ટીમોના અધિકારીઓને શંકાસ્પદ લાગતી ગાડીઓમાં ચેકીંગ હાથ ધરી રિપોર્ટ સહિતની સુચનાઓ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ દેખરેખ તથા નિયંત્રણ નોડેલ અધિકારી પરાગ ભગદેવ દ્વારા ચૂંટણી સમયગાળા દરમિયાન આદર્શ આચારસંહિતાને ધ્યાને લઇ કોઇપણ પ્રકારની ગેરરીતી ન થાય તે જોવા સર્વેલન્સ ટીમના તમામ સભ્યોને ટીમ વર્કથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ દેખરેખ તથા નિયંત્રણ નોડેલ અધિકારી પરાગ ભગદેવ, મોરબી વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી ડી.એ. ઝાલા, મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી મામલતદાર ડી.જે. જાડેજા, સહાયક માહિતી નિયામક અને એમ.સી.એમ.સી. કમિટિના નોડેલ અધિકારી ઘનશ્યામ પેડવા સહિત વિવિધ સર્વેલન્સ ટીમના સભ્યોએ ભાગ લીધો હતો.
પેટા ચૂંટણી સંદર્ભે મોરબીમાં જિલ્લા કક્ષાની ખર્ચ દેખરેખ અને નિયંત્રણ ટીમની બેઠક મળી - મોરબી ન્યૂઝ
પેટા ચૂંટણી સંદર્ભે મોરબીમાં જિલ્લા કક્ષાની ખર્ચ દેખરેખ અને નિયંત્રણ ટીમની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે થાય તે માટે વિવિધ નોડેલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.