ETV Bharat / state

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો

મોરબીમાં ત્રણ શખસે શુક્રવારે રાત્રે આતંક મચાવ્યો હતો. ત્રણ યુવાનોએ ટ્રાવેલ્સના ડ્રાઈવર સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ નાસ્તો કરવા ગયા ત્યારે નાસ્તાના ધંધાર્થીને પ્રેમિકા સાથે સંબંધ હોવા મામલે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તો બાદમાં પ્રેમિકાની બહેન સાથે પણ ઝઘડો થયો હતો. આ સમગ્ર ઘટના મામલે કુલ 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે નાસ્તાના ધંધાર્થીને છરીના ઘા મારી દેવાયા હોવાથી તેની હાલત નાજુક છે અને રાજકોટમાં સારવાર હેઠળ છે.

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો
author img

By

Published : Nov 28, 2020, 10:34 PM IST

  • મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં 3 સ્થળે ધમાલ,
  • નાસ્તાના ધંધાર્થીને છરીના ઘા ઝીંક્યા, હાલમાં સારવાર હેઠળ
  • સમગ્ર મામલે બનાવની કુલ ચાર ફરિયાદ નોંધાઈ

મોરબીઃ આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના લાતિ પ્લોટમાં રહેતા અને ખોડિયાર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ શંકર શેખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, રિક્ષા વચ્ચે રાખવા મામલે આરોપી સાગર નવઘણ મુંઘવા, સાગર દેલવાડિયા અને કુલદીપ જેડાએ ત્રણ ઈસમોએ મારામારી કરી હતી અને છરી વડે ઈજા પહોંચાડી હતી. તેમ જ તેનો મિત્ર પીન્ટુ ઓફિસમાં જતો રહ્યો હોય જેની પાછળ જઈને ઓફિસમાં તોડફોડ કરી હતી. તો બીજો બનાવ માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો હતો, જેમાં ફરિયાદી સાગર મનસુખ દેલવાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે મિત્રો સાગર નવઘણ મુંઘવા અને કુલદીપ સરદારજી સાથે માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તો કરવા ઊભા હતા ત્યારે નાસ્તાવાળા સંજયભાઈને પ્રેમિકા ચેતના સાથે સંબંધ હોવાની વાત કરી હતી. ત્યારે સંજયભાઈ ગાંઠિયાવાળાએ ઉશ્કેરાઈ જઈને થાય તે કરી લેજે કહીને બોલાચાલી કરી હતી ત્યારે મારામારી થઈ હતી, જેમાં સાગરને લાકડાના ધોકાથી અને છરી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો
મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો

ત્રણ શખ્સોને નાસ્તાની લારીએ આવીને મચાવ્યો આતંક
ત્રીજી ફરિયાદમાં સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંઘવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, લાઈન્સનગરમાં રહેતી પ્રેમિકા ચેતના વાઢાંરાના ઘરે ગયો હતો. ત્યારે ચેતનાની બહેન સોનલ વાઢાંરા આવીને સંજય ગાંઠિયાવાળાને કેમ માર્યો કહી ગાળો બોલી અને ઝપાઝપી કરી હતી. સોનલનો ભાઈ કલ્પેશ ઉર્ફે ભાવેશ નવીનભાઈ વાઢાંરાએ તલવારથી હાથ અને પગમાં ઈજા પહોંચાડી હતી. જ્યારે વધુ એક ફરિયાદમાં નાસ્તાના ધંધાર્થી સંજય સોમૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સાગર મુંઘવા, સાગર દેલવાણિયા અને કુલદીપ સરદારજીએ ત્રણ ઇસમોએ માર્કેટિંગ યાર્ડ નજીક તેની નાસ્તાની લારીએ આવી મારામારી કરી હતી અને સંજય સોમૈયાને છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. એટલે રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોરબી સિટીએ ડીવીઝન પોલીસે ચાર ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.