ETV Bharat / state

મોરબીના ભરતનગર ગામે તસ્કરોની ટોળકી ત્રાટકી, પોલીસના પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલ - મોરબી નજીક આવેલા ભરતનગર ગામે ચોરી

મોરબી: શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય બન્યા છે. ત્યારે શહેરમાં બે ઘટના સામે આવી હતી. જેમાં બુધવારની રાત્રીએ ભરતનગર ગામે તસ્કરોની ગેંગ ત્રાટકીને દુકાનો, મકાન અને ગ્રામ પંચાયત ઓફિસમાં તાળા તોડી રોકડ ચોરી ગયા હતા. તેવી જ રીતે બીજી ઘટનામાં તસ્કરો બેલા રોડ પરના કારખાનામાં પણ ચોરીના ઈરાદે પહોંચ્યા હતા.

Morbi
મોરબી
author img

By

Published : Jan 2, 2020, 12:45 PM IST

મોરબી નજીક આવેલા ભરતનગર ગામે બુધવારની રાત્રીના સમયે આઠથી દસ તસ્કરોની ગેંગ ગામમાં આવેલા મકાન તેમજ બે દુકાનોના તાળા તોડી 6000 હજારની આસપાસની રોકડ ચોરી ગયા હતા. તે ઉપરાંત નજીકમાં આવેલા બે કેબીનોને નિશાન બનાવી હતી. જેમાંથી ૨ ધર્માદા પેટી ઉઠાવી ગયા હતા. એટલું જ નહિ ગ્રામ પંચાયત ઓફીસના પણ તાળા તોડ્યા હતા. જો કે, ગ્રામ પંચાયત કચેરીમાં કોઈ કિંમતી વસ્તુ હાથ લાગી ન હતી.

આ તસ્કર ટોળકી ચોરીને અંજામ આપતી હોય તે દરમિયાન ગ્રામજનો જાગી જતા પથ્થર મારો કર્યો હતો. જેથી તસ્કરો વાહનમાં નાસી ગયા હતા. જો કે, તસ્કરોને પોલીસ કે કોઈનો ડર ન હોય તેમ ભરતનગર ગામે તરખાટ મચાવ્યા બાદ તસ્કર ટોળકીએ બેલા રોડ પર આવેલ ઇમ્પેરીયા માટીના કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ સિક્યુરીટી ગાર્ડને માર મારી કેન્ટીનમાં હાથફેરો કર્યાની માહિતી મળી છે. જે ચોરીના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવતા તજવીજ હાથ ધરી છે.

આ ટોળકીએ ભરતનગરની બહુચર ટ્રેડીંગ નામની દુકાનના શટર ઉચકાવી તેમાંથી ત્રિકમ જેવા હથિયારો ચોરી બાદમાં ચોરેલા હથિયારોની મદદથી અન્ય સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો. જો કે, ગ્રામજનો જાગ્યા બાદ પથ્થરમારો કરતા તસ્કરોએ ભાગવું પડ્યું હતું. બીજી તરફ તસ્કરોના તરખાટથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે.

Intro:gj_mrb_02_bharatnagar_chori_photo_av_gj10004
gj_mrb_02_bharatnagar_chori_script_av_gj10004

gj_mrb_02_bharatnagar_chori_av_gj10004
Body:મોરબીના ભરતનગર ગામે તસ્કરોની ટોળકી ત્રાટકી, દુકાનો-મકાન અને ગ્રા.પં. ઓફિસને નિશાન બનાવી
         શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય બન્યા છે અને ગત રાત્રીના ભરતનગર ગામે તસ્કરોની ગેંગ ત્રાટકીને દુકાનો, મકાન અને ગ્રામ પંચાયત ઓફિસમાં તાળા તોડી રોકડ ચોરી ગયા છે આટલેથી ના અટકતા તસ્કરો બેલા રોડ પરના કારખાનામાં પણ ચોરીના ઈરાદે પહોંચ્યા હતા
         મોરબી નજીક આવેલા ભરતનગર ગામે ગત રાત્રીના આઠથી દસ તસ્કરોની ગેંગ ઉતરી હતી અને ગામમાં આવેલ મકાન તેમજ બે દુકાનોના તાળા તોડી ૩૦૦૦-૩૦૦૦ હજારની રોકડ ચોરી ગયા હતા તે ઉપરાંત નજીકમાં આવેલ બે કેબીનોને નિશાન બનાવી હતી જેમાંથી ૨ ધર્માદા પેટી ઉઠાવી ગયા છે એટલું જ નહિ ગ્રામ પંચાયત ઓફીસના પણ તાળા તોડ્યા હતા જોકે ગ્રામ પંચાયત કચેરીમાં કાઈ કીમતી હાથ લાગ્યું ના હતું તો તસ્કર ટોળકી ચોરીને અંજામ આપતી હોય દરમિયાન ગ્રામજન જાગી જતા પથ્થર મારો કર્યો હતો જેથી તસ્કરો વાહનમાં નાસી ગયા હતા જોકે તસ્કરોને પોલીસ કે કોઈનો ડર હોય જ નહિ તેમ ભરતનગર ગામે તરખાટ મચાવ્યા બાદ તસ્કર ટોળકીએ બેલા રોડ પર આવેલ ઇમ્પેરીયા માટીના કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હતો અને સિક્યુરીટી ગાર્ડને માર મારી કેન્ટીનમાં હાથફેરો કર્યાની માહિતી મળી છે જે ચોરીના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
         ચોરી માટે આવેલી તસ્કર ટોળકીએ ભરતનગરની બહુચર ટ્રેડીંગ નામની દુકાનના શટર ઉચકાવી તેમાંથી ત્રિકમ જેવા હથિયારો ચોરી બાદમાં ચોરેલા હથિયારોની મદદથી અન્ય સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો જોકે ગ્રામજનો જાગ્યા બાદ પથ્થરમારો કરતા તસ્કરોએ ભાગવું પડ્યું હતું બીજી તરફ તસ્કરોના તરખાટથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ખડા થયા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.