ETV Bharat / state

મોરબી જિલ્લામાં રવિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 46 - મોરબી કોરોના કુલ આંક

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જ્યારે રવિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇને જિલ્લામાં કુલ આંક 46 પર પહોંચ્યો છે.

મોરબી જિલ્લામાં રવિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 46 થયો

author img

By

Published : Jul 5, 2020, 4:43 PM IST

મોરબી: જિલ્લામાં રવિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને શનિવારે રાત્રીના વધુ 1 કેસ નોંધાયા બાદ રવિવારે મોરબી શહેર અને ગ્રામ્યમાં 3 અને હળવદમાં 1 સહિત જિલ્લામાં વધુ 4 કેસ નોંધાયા હતા.

શનિવારે રાત્રીના હળવદના વાણીયાવાસના રહેવાસી વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોરબીના દર્દીઓનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરી દ્વારા સેમ્પલ લેવાયા હતા. જેમાં 4 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જેમાં મોરબીના કાલિકા પ્લોટના રહેવાસી 55 વર્ષના મહિલા, રવાપર ગામના 50 વર્ષના પુરુષ અને જેતપરના રહેવાસી 54 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે દર્દીઓ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે.

જ્યારે હળવદના કોયબા ગામની વાડીના રસ્તે રહેતા 67 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દી હાલ સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવારમાં છે. મોરબી જિલ્લામાં રવિવારે વધુ કેસ સાથે કુલ આંક 46 પર પહોંચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.