મોરબી: કોરોના વાઈરસને ફેલાવતો અટકાવવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા 3મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બીનજરૂરી અવર–જવર અટકાવી લોકોને સંક્રમીત થતા અટકાવવી લોકોની જીંદગી બચાવવા માટે આ લોકડાઉન કરવામાં આવ્યું છે.
આ લોકડાઉન દરમિયાન મોરબી શહેરમાં થતા પાન–માવાના વેચાણ પર અંકુશ લગાવવા સુચના આપવામાં આવતા પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ચૌધરી, પીએસઆઇ બી.ડી. પરમાર તથા ડિ–સ્ટાફ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલા ઓમ સેલ્સ એજન્સીમાં અમુક ઈસમો પાન-માવાનો વ્યાપાર કરી રહ્યા છે.
આ બાતમીના આધારે દરોડો પાડતા ચિરાગ સુરેશભાઈ જીવાણી અને સુરેશભાઈ ધરમશીભાઈ જીવાણીની બીડી, સિગરેટ, ગુટખા, તમાકુનો વ્યાપાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે કુલ રૂપિયા 25,622નો મુદામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની આ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, પી.એસ.આઈ. બી.ડી.પરમાર, મણીલાલ રામજીભાઇ ગામેતી, શેખાભાઇ સગરામભાઇ મોરી, કિશોરભાઈ મેણંદભાઇ મીયાત્રા, ચકુભાઇ દેવસીભાઇ કરોતરા, રવીરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર, જયપાલભાઇ જેસંગભાઇ લાવડીયા, નિર્મળસિંહ રામસિંહ જાડેજા, રણજીતસિંહ ઉમેદસિંહ ગઢવી તથા ભરતભાઇ આપાભાઇ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી.