મોરબીઃ શિયાળાની ઋતુમાં લોકોનું આરોગ્ય જળવાય રહે, તેવા હેતુથી ભાજપ પરિવાર અને સાંસદ મોહન કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ઉકાળા વિતરણ કેન્દ્ર કાર્યરત કરાયું હતું અને ત્રણ માસ સુધી પ્રતિ દિન અંદાજે 1000 જેટલા લોકોએ આ ઉકાળા કેન્દ્રનો લાભ લીધો હતો. જે ઉકાળા કેન્દ્રની પુર્ણાહુતી પ્રસંગે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરની બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 251 યુવાનોએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા, ભાજપ અગ્રણી દુર્લભજી દેથરીયા, આપા કુંભારવાડિયા, સહકારી અગ્રણી મગન વડાવીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.