- મોરબીમાં સાઈક્લો ફિટ ક્લબ દ્વારા રેલીનું આયોજન
- મોરબીના ઉદ્યોગપતિ સહિતના લોકો રેલીમાં જોડાશે
- ચાર વિભાગમાં સાયકલ રેલીનું કરાયું આયોજન
- તમામ માટે ફ્રી રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે
- બાળકો, મહિલાઓ, યુવાનો સહિતના વડીલો લઈ શકશે ભાગ
આ પણ વાંચોઃ પાટણ સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમ યોજાયો
મોરબીઃ મોરબીમાં સાયક્લો ફિટ કલબ શરૂ કરવામાં આવી છે, જે અંગેની મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા, મુકેશ કુંડારિયા, ડૉ. વિજય ગઢિયા, ડૉ. દિપક અઘારા સહિતના આગેવાનોએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, 7 માર્ચે રવિવારે સવારે મહિલાઓ, બાળકો, યુવાનો, સહિતના માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં કોઈ પણ ઉંમરના લોકો ભાગ લઈ શકે છે તેમ જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આટલું જ નહીં 5 કિલોમીટર, 10 કિલોમીટર, 25 કિલોમીટર અને 50 કિલોમીટરના ચાર વિભાગો રાખવામાં આવ્યા છે.
રવાપર રોડ બાપા સીતારામ ચોકથી રેલીની કરાશે શરૂઆત
આ રેલી રવિવારે સવારે રવાપર રોડ બાપા સિતારામ ચોકથી શરૂ થશે, જે નક્કી કરેલા રૂટ ઉપરથી પસાર થશે. અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું છે અને હજી પણ સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જે લોકો ભાગ લેવા ઇચ્છુક હોય તેને 7600010255 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ જાણો ભારતીય ક્રિકેટ ટીમના ચાહક અરૂન હરયાની વિશે