ETV Bharat / state

Lakhdhirpur Road Morbi ખાતે કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા બાળકનું મોત - Morabi news

મોરબીના લખધીર પુર રોડ (Lakhdhirpur Road Morbi) સીરામીક કારખાનામાં શ્રમિકના માસૂમ પુત્રને કૂતરાએ ફાડી ખાધું હોવાની ઘટનાની ચકચાર મચી જવા પામી છે. જેમાં કુદરતી હાજતે ગયેલા માસૂમ બાળક પર કૂતરાએ અચાનક જ તૂટી પડીને ગળા અને પેટના ભાગે બચકા ભરીને ફાડી ખાતા આ માસૂમ બાળકનું રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે સારવાર દરમિયાન મોત થયુંં હતું.

કૂતરાએ બાળકને ફાડી ખાધું
કૂતરાએ બાળકને ફાડી ખાધું
author img

By

Published : Jul 10, 2021, 9:39 AM IST

  • કુદરતી હાજતે ગયેલા 3 વર્ષીય બાળક પર કુતરાનો હુમલો
  • બાળકેે રાડારાડી કરતા આસપાસના લોકોએ બાળકને છોડાવ્યું
  • બાળકનું Rajkot Civil Hospital ખાતે સારવાર દરમિયાન મોત થયુંં

મોરબી : મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીર પુર રોડ (Lakhdhirpur Road Morbi) ડોનેટો ફેક્ટરીની મજુર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા નાથાભાઇ જાંબુરનો 3 વર્ષીય માસૂમ પુત્ર અરવિંદ નાથાભાઇ જાંબુર તેની પિતરાઈ બહેન સાથે કારખાનાની નજીક જ કુદરતી હાજતે ગયો હતો. આ દરમિયાન કૂતરાએ કુદરતી હાજતે બેઠાલા અરવિંદ (ઉ.વ.-3) પર હુમલો કરીને તેના પેટ તેમજ ગળાના ભાગે બચકાં ભરતા બાળકે રાડારાડી કરી મૂકી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં જો કૂતરું કરડ્યું તો હાલત કફોડી, શહેરમાં હડકવાની રસીની છેે અછત

બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

બાળકનો રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકને કૂતરાના પંજામાંથી મુક્ત કરાવ્યું હતું. ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં ખસેડ્યો હતો. જોકે, બાળકના માતા-પિતા નાઈટ શિફ્ટમાં કામે ગયા હતા અને પાછળથી પિતરાઈ બહેન આ બાળકને કુતરતી હાજતે બેસાડીને પોતાની ઓરડીમાં ગઈ હતી.

આ પણ વાંચો : રિસર્ચઃ માલિકના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે કૂતરાંનો વ્યવહાર

પરિવાર બાળકના મૃતદેહને અંતિમવિધિ માટે તેના વતન લઇ ગયા

કૂતરાએ હુમલો કર્યા પછી ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળકનું રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં ટૂંકી સારવાર દરમિયાન મોત થયુંં હતું. કૂતરાએ પોતાના વહાલસોયા પુત્રનો ભોગ લેતા શ્રમિક પરિવારે હૈયાફટ આક્રંદ કરી મૂક્યું હતું. અરવિંદનું મૃત્યુ થતા પરિવાર તેના મૃતદેહને અંતિમવિધિ માટે તેના વતન લઇ ગયા છે.

પરિવારે આ બાબતે ગુનો નોંધાવ્યો નથી

પરિવારે પોલીસમાં ગુનો નોંધાવ્યો નથી. આ અંગે મોરબી તાલુકા પોલીસે (Morbi Taluka Police) જણાવ્યું હતું કે, આ અંગેની નોંધ અમારા પોલીસ મથકમાંં થઇ નથી. જો નોંધ થશે તો બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.