ETV Bharat / state

મોરબીના 103 વર્ષના જીવરાજભાઇએ માત્ર 8 દિવસમાં જ કોરોનાને માત આપી

author img

By

Published : Apr 29, 2021, 1:46 PM IST

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, તો ઓક્સિજનના અભાવે કેટલાય શ્વાસ અટકી પડ્યા છે. ઇન્જેક્શન માટે સગાઓ લાઈનમાં ઉભા લાચારી અનુભવતા હોય છે. ત્યારે કોરોના જેવી મહામારીમાં વ્યક્તિનું મનોબળ અને હિંમત દરેક દવાની ગરજ સારે છે, તે વાતને મોરબીના એક શતાયુ નાગરિકે સિદ્ધ કરી બતાવ્યું છે. 103 વર્ષની ઉંમરના જીવરાજભાઈ ગડારા કોરોના સંક્રમિત થયા બાદ માત્ર 8 દિવસમાં મજબુત મનોબળ અને જીવવાની અતુટ ઈચ્છા શક્તિએ કોરોનાને હરાવી જીવરાજ બાપા કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે, ત્યારે આવો જોઈએ મોરબીથી આ ખાસ અહેવાલ..

મોરબીના 103 વર્ષના જીવરાજભાઇએ માત્ર 8 દિવસમાં જ કોરોનાને માત આપી
મોરબીના 103 વર્ષના જીવરાજભાઇએ માત્ર 8 દિવસમાં જ કોરોનાને માત આપી
  • આમરણ ગામમાં રહીને વર્ષો સુધી ગૌશાળામાં સેવા આપતા
  • કોરોના પોઝિટિવ થયા છતાં જીવરાજભાઇ હિંમત હાર્યા ના હતા
  • સંપૂર્ણ કાળજી રાખી હિંમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે

મોરબીઃ આમરણ ગામના વતની જીવરાજભાઈ પરબતભાઈ ગડારા 103 વર્ષની ઉમરના છે, જે કોરોના સંક્રમિત થયા હતા. તાવ અને ગળામાં દુખાવાને પગલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડતા ફેમીલી ડોક્ટર પાસે સારવાર શરુ કરાવી હતી. હોમ આઈસોલેશનમાં રહીને તેમને ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવાઓ લીધી હતી અને માત્ર 8 દિવસના ટૂંકાગાળામાં 103 વર્ષની ઉંમરે કોરોનાને માત આપી છે અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ત્યારે ગડારા પરિવાર પણ ખુશ જોવા મળે છે, જે પ્રસંગે તેમના પુત્ર અને મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે, તેઓ સેવાભાવી પ્રકૃતિના છે અને હાથ-પગ ચાલતા હતા, ત્યાં સુધી ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા. હવે શરીર નાદુરસ્ત હોવાથી તેઓ મોરબી અમારી સાથે આવીને રહે છે. કોરોના પોઝિટિવ થયા છતાં તેઓ હિંમત હાર્યા ના હતા અને સંપૂર્ણ કાળજી રાખી હિંમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.

આ પણ વાંચોઃ જન્મદિવસે જ કોરોનાગ્રસ્ત 97 વર્ષીય જ્યોતિબાએ કોરોનાને માત આપી

જીવરાજભાઈએ હિંમત દાખવતા, સંતાનોમાં પણ હિંમત જોવા મળી

કોરોના સંક્રમિત થયેલા જીવરાજભાઈ ગડારાના પત્ની વિજયાબેન ગડારાએ જણાવ્યું હતું કે, જીવરાજબાપા કોરોના પોઝિટિવ થયા ત્યારે સંતાનોને થોડી ચિંતા થઇ હતી. જો કે, જીવરાજભાઈએ હિંમત દાખવી હતી. જેથી સંતાનોમાં પણ હિંમત જોવા મળી હતી અને તેમને આઠ દિવસ કોરોના સામે સંઘર્ષ કરીને કોરોનાને હરાવીને ઝંપ્યા હતા. કોરોના સંક્રમિત થયા બાદ બે દિવસ બાપાનું ડી ડાઈમર ચિંતાજનક હતું અને લોહી ઘાટું થઇ જતું હતું છતાં બાપાએ હિંમત અને ધીરજ સાથે કોરોના સામેનો જંગ જીતી લીધો છે.

આ પણ વાંચોઃ ઓક્સિજન લેવલ ઘટીને 56 સુધી પહોંચ્યા બાદ પણ મહિલા દર્દીએ કોરોનાને માત આપી

મજબુત મનોબળ અને જીવન જીવવાની ઈચ્છા હોય તો કોઈ પણ બીમારી હરાવી ના શકે

હિમત અને મજબુત મનોબળ હોય તેમજ જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો કોરોના શું કોઈપણ બીમારી વ્યક્તિને હરાવી શકતી નથી, તે જીવરાજ બાપાએ સિદ્ધ કરી બતાવ્યું છે. કોરોના મહામારીના સમયમાં અનેક દર્દીઓ કોરોનાના નામથી ભયભીત થઇ જતા હોય છે. ત્યારે જીવરાજભાઈ તમામને પ્રેરણા આપી રહ્યા છે અને મજબુત મનોબળ રાખીને કોરોના સામેનો જંગ જીતી શકાય છે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.