ETV Bharat / state

મોરબીના રવાપર ખાતે ભાજપ દ્વારા આયોજિત કેમ્પમાં 900 નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો - મોરબીના સમાચાર

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, દિન પ્રતિદિન કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુરૂવારના રોજ બીજો ડોઝ આપવા માટે દ્વિતીય રસીકરણ કેમ્પ રવાપર નજીક યોજાયો હતો. જેમાં 900 જેટલા નાગરિકોએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો.

મોરબીના રવાપર ખાતે ભાજપ દ્વારા આયોજિત કેમ્પમાં 900 નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો

author img

By

Published : May 6, 2021, 4:09 PM IST

  • રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
  • 18થી 44 વયના લોકો માટે 1 મેથી રસીકરણ અભિયાન શરૂ કરાયું
  • 900 લોકોએ બીજો ડોઝ લઇ કોરોના સામે સુરક્ષિત થયા
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું
  • રસી સુરક્ષિત છે વારો આવે ત્યારે રસી લેવા અપીલ

મોરબીઃ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા અગાઉ કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યા બાદ આજે ગુરૂવારના રોજ બીજો ડોઝ આપવા માટે દ્વિતીય રસીકરણ કેમ્પ રવાપર નજીક યોજાયો હતો.

મોરબીના રવાપર ખાતે ભાજપ દ્વારા આયોજિત કેમ્પમાં 900 નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો

આ પણ વાંચોઃ ભુજમાં મીડિયા કર્મીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

ભાજપ અગ્રણી અને તેમની ટીમે જહેમત ઉઠાવી

જિલ્લા ભાજપ આયોજિત રસીકરણ કેમ્પમાં યુવા ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના માર્ગદર્શન હેઠળ ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી. આજે ગુરૂવારે રસીનો બીજો ડોઝ લેવા માટે 900 નાગરિકો પહોંચ્યા હતા અને રસીનો બીજો ડોઝ લીધો હતો. આ તકે ભાજપ અગ્રણીએ તમામ નાગરિકોને રસી સુરક્ષિત હોવાનું અને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ મહીસાગરમાં 2.89 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી અપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.