મોરબી જિલ્લાના કુલ 913 મતદાન મથકો પૈકી મોરબીમાં 9 વાંકાનેરમાં 22 અને ટંકારાના 20 એવા કુલ 51 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવાાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 70 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગથી રીપોર્ટીંગ કરવામાં આવશે.જિલ્લામાં કુલ 1654 મતદારોએ પોસ્ટલ બેલેટથી ચૂંટણી પૂહેલા જ મતદાન કર્યું હતું.
મોરબીના ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર પૈકી જે મતદાન મથક પર 700થી ઓછા મતદારો હોય તેવા મથકો પર 1 અધિકારી, 2 સહાયક અને 1 અન્ય સ્ટાફ સહીત 4નો સ્ટાફ જયારે 700થી વધુ મતદારવાળા મતદાન મથકો પર કુલ પાંચનો સ્ટાફ તૈનાત રહેશે.
આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને તાનાકરા તાલુકામાં 5- 5 મળીને જિલ્લામાં કુલ 15 મહિલા સંચાલિત મતદાન મથકો કાર્યરત રહેશે.જિલ્લાના 3 તાલુકામાં 1-1 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત રહેશે તેવી માહિતી ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થઇ હતી.
મોરબી જિલ્લામાં સૌથી નાના મતદાન મથકની વાત કરીએ તો ટંકારા તાલુકાના છાલ મતદાન મથકે માત્ર 125 મતદારો જ નોંધાયેલા છે. જયારે મોરબી સીટીના 86 નંબરના મતદાન મથકે સૌથી વધુ 1394 મતદારો મતદાન કરશે. જિલ્લામાં કુલ 624 મતદાન મથકો 700થી વધુ મતદારો.
જયારે 289 મતદાન મથકોમાં 700થી ઓછા મતદારો નોંધાયા હતા.લોકસભા ચૂંટણીમાં કુલ 7485નો સ્ટાફ ખડેપગે તૈનાત રહી પોતાની ચૂંટણીઅંગેની ફરજ નિભાવશે.જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 2015 મતદારો 100થી વધુ વયના શતાયુ મતદારો છે. જયારે કુલ 2090 દિવ્યાંગ મતદારો મતદાન કરશે.