મળતી માહિતી મુજબ, નવલખી પોર્ટ નજીક દરિયામાં માછીમારી કરવા આવેલા જુમ્માંવાડી અને બોડકીના રહેવાસી ઓવેશ હુશૈન અબ્દુલ ટાંક, રફીક કરીમ પરાર, જુનશ હુશૈન ટાંક અને અસગર જુશબ પરારએ 4 ઈસમો માછીમારીના બહાને નવલખી પોર્ટ વિસ્તારમાં ઘુસ્યા હતા. જ્યાં રેલવે યાર્ડમાં લોખંડનો ભંગાર પડ્યો હતો. આ ભંગારમાંથી 600 કિલો જેટલો લોખંડ ભંગાર બોટમાં નાખી ચોરી કરી ભાગવા જતા હતા.
જો કે, સ્થળ પર હાજર રેલવે ગેંગમેનની ટીમ તેમને જોઈ જતા આરોપીને રોકી રાખીને તુરંત RPFની ટીમને જાણ કરવામાં આવી હતી. RPFના PSI ડી. કે. ડામોર, રણજીતસિંહ કાસેલા, અશોકભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આરોપીને ઝડપી લઈને લોખંડનો ચોરી કરેલ ભંગાર કબજે લેવામાં આવ્યો છે.