ETV Bharat / state

કોરોના કેર: મોરબીમાં વધુ 4 કેસ નોંધાતા કુલ કેસ 67 થયા, 2ના મોત - કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા

મોરબી જિલ્લામાં કોરોના કેર સતત વધી રહ્યો છે. જેમાં વસંત પ્લોટ વિસ્તારના રહેવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારના સભ્યના સેમ્પલ લેવાયા હતાં. જેમાં વધુ બે વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે કેસ સહિત કુલ 4 કેસ બુધવારે નોંધાયા હતાં.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 9, 2020, 10:59 AM IST

મોરબી: રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર કરી ગઇ છે, તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1900એ પહોંચી ગયો છે. મોરબીમાં 2 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૫ પર પહોંચ્યો છે. મોરબીના વસંત પ્લોટના રહેવાસી 43 વર્ષના પુરુષનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને આરોગ્ય તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના પોઝિટિવ આવેલા દર્દીના પરિવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં તેના 57 વર્ષના ભાઈ અને 74 વર્ષના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વાંકાનેરના જોધપરના 63 વર્ષના વૃદ્ધ અને મોરબીના ખારા કુવાવાળી શેરીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે કોરોનાના 4 કેસ નોંધાયા છે.

  • મોરબીની 25 વર્ષના તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
  • ડોક્ટર સંપૂર્ણ સ્વસ્થ થતા યુવા તબીબને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
  • કોરોના રીકવરી સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

મોરબીના નહેરુ ગેઇટ વિસ્તારના 48 વર્ષના પુરુષનો 26ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દર્દીનું રાજકોટ સારવારમાં મોત થયું છે. મોરબીના માધાપર વિસ્તારના 60 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જે વૃદ્ધાનું આજે મોત થયું છે. વૃદ્ધ મહિલાને હાઈપર ટેન્શન અને ડાયાબીટીસ તેમજ શ્વાસની બીમારી હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં વધુ એક દર્દીના મોત સાથે કુલ 5 દર્દીના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.