ETV Bharat / state

મોરબીની કપોરી વાડી સ્કૂલમાંથી ટીવી, CCTV સહિત 30 હજારની ચોરી

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે અગાઉ મંદિરો અને ઘરોને નિશાન બનાવી તસ્કરો તરખાટ મચાવી ચૂક્યા છે તો હવે પ્રાથમિક શાળાને નિશાન બનાવી ટીવી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો કપોરી વાડીની પ્રાથમિક શાળામાંથી કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા છે.

મોરબીની કપોરી વાડી સ્કૂલમાંથી ટીવી, CCTV સહિત 30 હજારની ચોરી
મોરબીની કપોરી વાડી સ્કૂલમાંથી ટીવી, CCTV સહિત 30 હજારની ચોરી
author img

By

Published : Jan 6, 2021, 10:21 AM IST

  • મોરબી તસ્કરોનો તરખાટ યથાવત્
  • મોરબીના વાડી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં કરી ચોરી
  • કપોરીની વાડી પ્રાથમિક શાળામાં કરવામાં આવી ચોરી
  • તસ્કરો ટીવી, કેમેરાનું ડીવીઆર અને લેપટોપ લઈ ગયા
  • એ ડિવીઝન પોલીસ મથકમાં ચોરી અંગે નોંધાઈ ફરિયાદ

મોરબીઃ કંડલા બાયપાસ રોડ પર ધર્મલાભ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ અશોકભાઈ જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, દલવાડી સર્કલ પાસે આવેલી કપોરીની વાડી પ્રાથમિક શાળામાં ગત 2થી 4 જાન્યુઆરી દરમિયાન અજાણ્યા શખસોએ શાળામાં આવી પ્રિન્સિપાલ ઓફિસમાં આવ્યા હતા.

તસ્કરો ટીવી, સીસીટીવી કેમેરા ઊઠાવી ગયા

પ્રિન્સિપાલની ઓફિસમાં રાખેલું રૂ. 7 હજારનું કલર ટીવી અને રૂ. 8 હજારનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તસ્કરો ઊઠાવી ગયા. આ સાથે કબાટમાં પટેલા રૂ. 15 હજારના લેપટોપ પર પણ તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. એટલે તસ્કરોએ ઓફિસમાંથી કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. અને સીસીટીવી કેમેરામાં તેમનું મોઢું ન દેખાય તે માટે શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે તો વધુ એક ચોરીની ઘટનાએ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.