ટંકારા: ધ્રુવનગર ગામ નજીક આવેલી જીવામમાની જગ્યા નજીક બે યુવાનો ડૂબ્યા હોવાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. જો કે તપાસ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવતા પોલીસ બંનેને બચાવવામાં નિષ્ફળ રહી હતી, બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ બંને મૃતક યુવાનો રફાળેશ્વરના રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. અર્જુન નામનો એક યુવક પાણી પીવા માટે ગયો હતો, પરંંતુ પગ લપસી જતા તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો, ત્યારે દિનેશ તેને બચાવવા જતા તે પણ ડૂબ્યો હતો. આમ બંને યુવાનોના મોત નિપજ્યા હતા. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.