મોરબીના નવા જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ મોતીભાઈ પરમારે તાલુકા મથકમાં જાણ કરી છે, કે તેની દીકરી મંજુલા પરમાર હાથ ધોવાનું કહી કોઈ કારણોસર ક્યાંક જતી રહી છે. જેને 6 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવતીની તપાસ આદરી છે.
જ્યારે અન્ય બનાવમાં મોરબીના કાલિકા પ્લોટ રહેતા પ્રફુલભાઈ હીરાલાલ કાનાબારએ એ ડીવીઝન પોલીસમાં દીકરી ગુમ થયાનું જણાવ્યું છે, જેમાં તેની દીકરી ઉર્વશી કાનાબાર ઘરેથી કોઈને કહ્યા વિના ચાલી ગઈ છે. જેની શોધખોળ કરવા છતાં મળી નથી અને બાદમાં ઘરેથી ચિઠ્ઠી મળી આવી છે, જેમાં જણાવ્યું છે કે હું પોલીસ ખાતામાં ભરતી થવા માટે જાઉં છું કમાઈને તમોને પૈસા આપીશ મારી ચિંતા કરશો નહિ. પોલીસે યુવતી ગુમ થયાની નોંધ કરી તપાસ ચલાવી છે.