ETV Bharat / state

મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે 2 વ્યક્તિનું અપહરણ કરી શખ્સે ઢોર માર માર્યો

મોરબીમાં એક તરુણ વયના પુત્ર અને વયોવૃદ્ધનું ગાડીમાં બેસાડી અપહરણ કરી જઈને એક શખ્સે રૂપિયાની લેતીદેતી મામલે ઢોર માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મોરબીમાં પૈસાની લેતીદેતીમાં 2ના અપહરણ કરી ઢોર માર માર્યો

author img

By

Published : Nov 4, 2020, 5:53 PM IST

  • મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે 2 લોકો સાથે મારામારી
  • આરોપી બે લોકોને અપહરણ કરી પંચાસર લઈ ગયો હતો
  • પીડિતના પરિવારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબીઃ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ પર આવેલી ડાઢાની વાડીમાં રહેતા દયારામ કાનજીભાઈ હડિયલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના બનેવી ગણેશ લાલજીભાઈ કણઝારિયા અને આરોપી ભગીરથસિંહ ગોહિલને રૂપિયાની લેતીદેતી હતી, જેનો ખાર રાખી ગત 28 ઓક્ટોબરે આરોપીએ પોતાની સફેદ કલરની કારમાં દયારામભાઈના દીકરા વિપુલ હડિયલ અને લાલજીભાઈનું અપહરણ કરી પંચાસર ગામની સીમમાં કોઈ વાડીએ લઈ ગયા હતા, જ્યાં પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

પરિવાર ડરી ગયો હોવાથી બનાવના 4 દિવસ પછી ફરિયાદ નોંધાવી

અપહરણ અને ઢોર માર માર્યાને પગલે પરિવાર ડરી ગયો હતો અને પોલીસ સ્ટેશને અરજી આપી પરત આવ્યો હતો. 28 તારીખના બનાવ અંગે ચાર દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસે આરોપી સામે અપહરણ અને મારામારીનો ગુનો નોંધી આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.