ETV Bharat / state

મોરબીમાં કોરોના રસીકરણના બીજા તબક્કામાં 165 આરોગ્ય કર્મચારીઓને રસી અપાઇ

મોરબીમાં મંગળવારના રોજથી બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મૂકાવી હતી.

corona vaccination
corona vaccination
author img

By

Published : Jan 19, 2021, 9:54 PM IST

  • મોરબીમાં બીજા તબ્બકામાં 165 આરોગ્ય અધિકારી-કર્મચારીઓને રસી અપાઇ
  • નાગરિકોનો વારો આવે ત્યારે તમામે રસીકરણ કરવવા ડૉકટરોએ અપીલ કરી
  • કોરોના વેક્સિન લીધા બાદ કોઈ આડ અસર થતી નથી : રસી લેનાર ડૉક્ટર

મોરબી : શહેરમાં મંગળવારે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મૂકવામાં આવી હતી.

કોરોના રસીકરણના બીજા તબક્કામાં 165 આરોગ્ય કર્મચારીઓને રસી અપાઇ

નાગરિકોનો વારો આવે ત્યારે તમામે રસીકરણ કરવવા ડૉકટરોએ કરી અપીલ

મોરબી જિલ્લામાં મંગળવારે કોવિડ વેક્સિનના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અને ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા RCH અધિકારી ડૉ. વિપુલ કારોલીયાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લીધો હતો. આ સાથે ડૉક્ટરે દરેક આરોગ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર અને મોરબીની જાહેર જનતાને જ્યારે પણ પોતાનો વારો આવે ત્યારે કોઈપણ પ્રકારની ચિંતા અને ડર રાખ્યા વગર કોવિડ વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો છે.

કોરોના વેક્સિન લીધા બાદ કોઈ આડ અસર ન થતી હોવાનું ડૉકટરે જણાવ્યું

કોરના વેક્સિન લીધા બાદ કોઈ પણ જાતની આડ અસર ન હોવાથી હવે જે આરોગય કર્મચારીઓના નામ નથી આવ્યા તે પણ તેમને જલ્દી કોરોના વેક્સિન લાગે તેની રાહ જોઈ રહ્યા છે. મોરબીમાં બીજા તબ્બકામાં રસીકરણમાં કિષ્ના હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ બન્ને ખાતે થઈને કુલ 165 આરોગ્ય અધિકારી-કર્મચારીઓએ રસી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.