ETV Bharat / state

મોરબીમાં SBIની મુખ્ય બ્રાંચમાં 14 કર્મચારી કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ - મોરબીમાં SBIની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ સંક્રમિત થતા બેંક બંધ

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ ડુંગર રળિયામણો દેખાડવાના પ્રયાસો કરે છે, પરંતુ ડુંગર દુરથી જ રળિયામણો લાગે છે, પરંતુ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મોરબી SBI બેંકની મુખ્ય બ્રાંચ એવી પરાબજાર શાખામાં એક સાથે ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવામાં આવી છે.

મોરબીમાં SBIની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ સંક્રમિત થતા બેંક બંધ

author img

By

Published : Oct 5, 2020, 8:20 PM IST

મોરબી: શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ ડુંગર રળિયામણો દેખાડવાના પ્રયાસો કરે છે, પરંતુ ડુંગર દુરથી જ રળિયામણો લાગે છે, પરંતુ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મોરબી SBI બેંકની મુખ્ય બ્રાંચ એવી પરાબજાર શાખામાં એક સાથે ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવામાં આવી છે.

મોરબી SBI બેંકની પરાબજાર શાખામાં ફરજ બજાવતા ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. બેંકમાં કામ કરતા ૧૪ કર્મચારી તેમજ એક કર્મચારીના પરિવારનો સભ્ય તેમ કુલ ૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેના પગલે સોમવારથી જ SBI બેંકને બંધ કરી દેવામાં આવી હતી. ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી બેંક બંધ રહેશે તેવું પણ બેંક ખાતે પોસ્ટર લગાવી સુચના આપવામાં આવી છે. તે ઉપરાંત કોરોના સંક્રમિત સ્ટાફ પૈકી મોટાભાગનો સ્ટાફ કરન્સી વિભાગ સાથે સંકળાયેલ હોવાથી છેલ્લા સમયમાં જે વ્યવહાર કર્યા હોય તે લોકો ચિંતામાં મુકાયા છે. નાગરિકો પણ નોટો ગણ્યા બાદ હાથ સેનેટાઈઝ કરવાની તકેદારી દાખવે તેવું બેંક અધિકારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.