- રંગભૂમિ, ભવાઈ કલા અને કલા તજજ્ઞોને અપાયો એવોર્ડ
- મોરબી ખાતે 120 કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- હિમસન આર્ટિસ્ટ ફેડરેશન અને નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી કાર્યક્રમ યોજાયો
મોરબી: હિમસન આર્ટિસ્ટ ફેડરેશન (Himson Artists Federation) અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર (Narayan Seva Sansthan Udaipur)ના સહયોગથી રંગભૂમિ (Theater), ભવાઈ કલા અને કલા તજજ્ઞ આર્ટિસ્ટને એવોર્ડ એનાયત કરવાનો સમારોહ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
120 કલાકારોને બિરદાવવામાં આવ્યા
સમારોહમાં રંગભૂમિ અને ભવાઈ કલાના મળીને કુલ 120 કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો.
ગુજરાતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો
આ એવોર્ડ સમારોહ અંગે હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો છે, જેમાં 120 કલાકારોની કલાને બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મહેમાનોને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા
કાર્યક્રમને સફળ બનાવવા હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના લાલજીભાઈ મહેતા, નારાયણ સેવા સંસ્થાના ઘનશ્યામસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ એવોર્ડ સમારોહમાં ગુજરાત સંગીત નાટ્ય એકેડેમી ગાંધીનગરના પંકજભાઈ ભટ્ટ, રામધન આશ્રમના રતનબેન અને મામલતદાર ડી.જે. જાડેજા, યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને દેવેનભાઈ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: હજુ અનેક કર્મચારીઓ વેઇટિંગમાં: સરકારી કર્મચારીઓ માટે 560 ક્વાર્ટસનું લોકાર્પણ
આ પણ વાંચો: વડોદરામાં આજે પણ જીવંત છે માટીમાંથી ફટાકડા બનાવવાની 400 વર્ષ જૂની પદ્ધતિ