- મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટરે પોલિયો દિવસની ઉજવણીનો કરાવ્યો પ્રારંભ
- જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
- 2 દિવસ બાદ ઘરે ઘરે જઈ બાળકોને ટીપા પીવડાવવામાં આવશે
મોરબીઃ જિલ્લામાં જિલ્લા કલેક્ટર જેબી પટેલના હસ્તે પોલિયો દિવસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અહીં કલેક્ટરે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટર, એસપી એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ અને જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતિરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2.07 લાખ ઘરની મુલાકાત લેવા 1242 ટીમ બનાવાઈ
પોલિયો બૂથ પર પોલિયો રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસ દરમિયાન આખા જિલ્લામાં ઘર ઘર મુલાકાત કરી બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. મોરબી જિલ્લાના કુલ 2,07,807 ઘરની મુલાકાત માટે 1242 ટીમની રચના કરવામાં આવી છે. 190 સુપરવાઈઝરોને મોનિટરિંગ કામગીરી સોપવામાં આવી છે.