મોરબી જિલ્લા SP ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને DYSP બંન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળીયા PSI જે. ડી. ઝાલાની ટીમના પરાક્રમસિંહ ઝાલા, લાલભા ચૌહાણ, રણજીતસિંહ રાઠોડ અને વિનુભાઈ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી
આ દરમિયાન બાતમીને આધારે ખાખરેચી ગામના હરીજન વાસ પાસે રહેતા બેચર વડદોડીયાના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દેશી બનાવટની બંદુક મળી આવી હતી. દેશી બંદૂક સહિત એક આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.