ખેરાલું શહેરમાં વીજ કંપનનીની ઓફિસ પાસે આવેલી રેસીડેન્સીમાં રહેતો 30 વર્રષીય રવિ પ્રજાપતિ કપડાં સૂકવવા માટે જતો હતો. ત્યારે વિજકનેક્શનમાંથી વીજ પ્રવાહ લીક થયેલો હોઈ યુવક તાર સાથે ચોંટી ગયો હતો. તો યુવકને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પાડોશીને ગંભીર ઇજા પહોંચી હતી.રવિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત પાડોશીને ખેરાલુ સિવિલ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં વીજ કંપનીએ પોતાની હાથ ખંખેરીને દીધા છે. મૃતક ઘરમાં વીજ કનેક્શનમાં ગરબડી થઇ હોવાથી અકસ્માત થયો હોવાનું જણાવી રહ્યા છે. જો કે, હકીકત હજુ સામે આવી નથી.