અમદાવાદ પંથકમાં આવેલા રામપુરા-ભંકોડા ગામના કનુ સુમેશમરા નામના વ્યક્તિએ ગામમાં ભ્રષ્ટાટાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ન્યાય મેળવવા માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતાં. પરંતુ તેમણે અનેક રજૂઆત છતાં કોઈ ન્યાય મળ્યો નહોતો. જેથી તેને રાજ્યમાં કોઈ પણ કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે તે યુવકે 8 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લા કલેક્ટર બહાર આત્મવિલોપન કરવાનું નક્કી કર્યુ હતું.
આ વાતની જાણ મહેસાણા પોલીસને અગાઉથી થઈ ગઈ હતી. જેથી પોલીસે યુવકને કલેક્ટર કચરી પહોંચે તે પહેલા તેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.