મહેસાણા જિલ્લામાં આવેલ સૂર્ય મંદિરએ પ્રાચીન ઇતિહાસ અને વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જ્યાં સૂર્યદેવના મંદિરે સૂર્યના પ્રથમ કિરણોથી પ્રકૃતિ ખીલી ઉઠે છે. આજે સૂર્યમંદિર આગળ આવેલ સૂર્યકુંડ પર અંદાજે 800 યોગકર્તાઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
સામુહિક રીતે વિવિધ યોગાસનોની હારમાળાએ સૂર્યમંદિરે આકર્ષક નયનરમીય નજારો જોવા મળ્યો હતો. આ યોગાસનો દ્વારા થતા આરોગ્ય હિત અને સારા સ્વાસ્થ્યના સિંચન માટે જરૂરી કારણો યોગશિક્ષકો દ્વારા જ્ઞાન રૂપે પીરસવામાં આવ્યું હતુ.