- મહેસાણામાં સેનેટાઇઝરનો પરિણીતાએ કર્યો દર્દનાક ઉપયોગ
- શરીર પર સેનેટાઈઝર છાંટી આગ લગાડી મોત નોતર્યું
- સાસરીયાંના ત્રાસથી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું
- સાસુ, સસરા અને પતિ સામે નોંધાઇ ફરિયાદ
મહેસાણાઃ મહેસાણા રાધનપુર રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા એક પટેલ પરિવારમાં પરિણીતાએ દીકરાને બદલે દીકરીને
જન્મ આપતાં સાસરીયાંનો ત્રાસ વધી ગયો હતો. જેને લઇને પરિણીતાએ પોતાના શરીર પર sanitizer સેનેટાઈઝર છાંટી અગનઓઢણી ઓઢી લઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની ઘટના સામે આવતાં Mehsana Police મહેસાણા બી.ડિવિઝન પોલીસમથકે પરિણીતાના સાસરીયાંઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ગત વર્ષ કરતા 3 ગણા મોત, સરકાર નિષ્ફળતા ઢાંકવા મોતના આંકડા છુપાવે છે : અમિત ચાવડા
દીકરીનો જન્મ માતા માટે બન્યો સાસરીયાંના ત્રાસનું કારણ
પાટણ જિલ્લાના વડાવલી ગામના અને હાલમાં મહેસાણા ખાતે રહેતા જસીબેન અમરાતભાઈ પટેલની દીકરી વિધિના લગ્ન મહેસાણાની જ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા રોનક પટેલ સાથે થયા હતાં. જોકે લગ્ન બાદ પરિણીતા તરફથી સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતા વિધિના પતિ અને તેના સાસુ કોકિલાબેન અને સસરા જયંતિભાઈ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી પરિણીતાએ અગાઉ પોતાના પિયર આવી સાસરીયાંઓના ત્રાસ વિશે જાણ કરી હતી. બાદમાં પરિણીતા વિધિને સંતાનમાં દીકરી જન્મતાં સાસરીયાંઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની વાતને લઈ મહેણાંટોણાં સાંભળીને કંટાળી ગયેલી પરિણીતાએ પોતાના શરીર પર સેનેટાઈઝર છાંટી અગનઓઢણી ઓઢી લઈ મોતને વ્હાલું કર્યું હતું. મૃતકની માતા જસીબેને મહેસાણા બી.ડિવિઝન પોલીસમથકે દીકરીના અપમૃત્યુ અંગે તેના સાસરીયાંઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બનાવથી એક માતાપિતાએ પોતાની વ્હાલસોયી દીકરીઅને એક માસૂમ બાળાએ પોતાની માતા ગુમાવી છે.
આ પણ વાંચોઃ એક રોંગ નંબર અને પરિણીતાએ સાસરિયું-પિયર ત્યજી દીધું