- ખેડૂત નેતા બનેલા રાકેશ ટિકેતની ગુજરાત મુલાકાત સામે રાજ્યના ખેડૂતોનો પ્રતિસાદ
- ખેડૂતો રાકેશ ટિકેતને સમર્થ નહિ કરે.!
- ગુજરાતમાં પોષણ ક્ષમ ભાવ મળે છે માટે કોઈ નેતાની જરૂર નથીઃ ખેડૂતો
મહેસાણાઃ આગામી 4 થી 5 એપ્રિલના રોજ રાકેશ ટિકેત ગુજરાત મુલાકાત માટે આવે તેવા અહેવાલ રજૂ થઇ રહ્યા છે, ત્યારે રાકેશ ટિકેત મહેસાણા જિલ્લાના ઊંઝા ઉમિયા માતાજી મંદિર દર્શને આવે તેવા પણ સંકેતો સામે આવ્યા છે. જોકે ખેડૂત નેતાના ગુજરાત આગમન પર રાજ્યનાં કેટલાક ખેડૂતોને કોઈ અસર નથી અને તેઓ જણાવા રહ્યા છે કે, તેઓ કોઇ જ ખેડૂત નેતા સાથે નથી તેવો દાવો કરી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોને આવા કોઈ નેતાની જરૂર છે..?
ગુજરાતના ખેડૂતને રાકેશ જેવા કોઈ નેતાની જરૂર નથી તેવું જણાવતા ખેડૂતો પણ પોતે સરકાર સાથે હોવાની વાત કરતા રાકેશ ટિકેતથી નારાજગી દર્શાવી રહ્યા છે. રાકેશ તેના વિસ્તારમાં જ રહે અહીં તેની કોઈ જરૂર નથી ગુજરાતમાં પોષણ ક્ષમ ભાવ મળે છે માટે કોઈ નેતાની જરૂર નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ છે.
ખેડૂત બિલ મુદ્દે ખેડૂતોનો વિચાર.!
ખેડૂત બિલ અંગે રાજ્યના ખેડૂતો પોતાને કોઈ ખાસ અસર ન હોવાનું જણાવી રહ્યા છે અહીં સારી ખેતી થઈ રહી છે અને સારા ભાવ મળી રહ્યા છે. તો કોઈ પડી રહેલી જમીન પર કોન્ટ્રાકટ ફાર્મિંગ થતા ખેતીનું ઉત્પાદન વધશે જે ફાયદા કારક છે.
ગુજરાતમાં ખેડૂત આંદોલન થાય તો ખેડૂતોનો શુ રહેશે પ્રતિસાદ.?
ગુજરાતમાં ખેડૂત આંદોલન થાય તેવી કોઈ શકયતા નથી અને જો કોઈ કરે તો સમજદાર ખેડૂતો તેમાં જોડાશે નહિ બાકી ખેડૂતો પોતાના કોઈ પ્રશ્ન હોય તો કેટલાક ખેડૂતો જોડાઈ શકે છે. તે હાલના કહી શકાય તેવું ખેડૂત જણાવી રહ્યા છે.
ખેડૂતો કોની સાથે ખેડૂત નેતા રાકેશ ટિકેત કે સરકાર..?
ખેડૂતોને પૂછતાં ખેડૂતોએ ખેડૂત નેતા રાકેશ સાથે નહિ પરંતુ સરકાર સાથે હોવાનું નિવેદન આપ્યું છે કારણ કે, સરકારે ખેડૂતો માટે અનેક સારા નિર્ણય કર્યા છે અને ખેડૂત પોતાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઈ શકે છે માટે સરકાર સાથે છે.