ETV Bharat / state

Water problem in Mehsana district: મહેસાણાના છેવાડાના ગામડાઓમાં લોકોને આંખે પાણી આવ્યું પણ માટલામાં નહીં - People have water problems

મહેસાણાના ખેરાલુ અને સતલાસણા તાલુકા વિસ્તારમાં (Water problem in Mehsana district) આજે પણ પીવા અને સિંચાઇના પાણીની સમસ્યાછે. ધરોઈ ડેમ હોવા છતાં આ વિસ્તારોના 44 ગામોએ પાણીની સમસ્યાનો નિકાલ નહી આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની તૈયારીઓ બતાવી છે.

Water problem in Mehsana district: મહેસાણાના છેવાડાના ગામડાઓમાં લોકોને આંખે પાણી આવ્યું પણ માટલામાં નહીં

author img

By

Published : Mar 23, 2022, 3:04 PM IST

મહેસાણા: જિલ્લામાં રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ(Water problem in Mehsana district)વર્ષોથી ચાલી આવ્યું છે. સરકારમાં પ્રતિનિધિત્વ કરતા મહેસાણા જિલ્લાનો છેવાળાનો વિસ્તાર આજે દાયકાઓ વીતવા છતાં પીવા અને સિંચાઇના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જિલ્લાના ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમ (Mehsana Dharoi Dam )આવેલો હોવા છતાં આજે આ વિસ્તારોના 44 જેટલા ગામો કે જે માત્ર પશુ પાલન અને ખેતી (Mehsana Animal Husbandry)આધારિત જીવન જીવે છે.

લોકોને પાણીની સમસ્યા

સિંચાઇના પાણીની શોધમાં - આજે પાણી માટે વલખા મારી રહ્યા છે અહીં રોજે રોજ પાણીની શોધમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પડતું મૂકી પાણી ભરવા જાય છે. તો બીજી તરફ પાણીની સમસ્યાને પગલે ગામના યુવાનો સાથે કોઈ યુવતીઓ લગ્ન કરવા તૈયાર નથી જેથી પાણીની માંગ પણ સામાજિક સમસ્યા બની બેઠી છે. હાલમાં ગામ લોકો ટેન્કર મંગાવી તરસને સંતોષવા મજબૂર બન્યા છે જોકે તેમના ઢોરઢાંખર અને ખેતી આજે પણ સિંચાઇના પાણીની શોધમાં તરફડી રહ્યા છે. આમ ઉનાળાની શરુઆતમાં જિલ્લાના આ વિસ્તારની હાલત પાણી વિના કફોડી બની છે.

આ પણ વાંચોઃ અહીં ખેડૂતોએ સામાન્ય ખર્ચે કૂવા રિચાર્જ કરી Water Problem હલ કરી દીધો

વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કાર તૈયારી - પાણીની માંગ કરતા ગામલોકોની અનેક રજુઆત સામે નેતાઓના વાયદાઓ પણ પોકળ સાબિત થયા છે. જેને લઈ સ્થાનિક આગેવાને જ્યાં સુધી સમસ્યાનો હલ ન આવે માટે ખુલ્લા પગે જીવન જીવવાની બાધા રાખી છે અને સમસ્યાનો નિકાલ ન આવતા આ વિસ્તારના લોકોએ પણ એકતા દર્શાવી ગ્રામ પંચાયત થી લઈ જિલ્લા પંચાયત સુધીની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાથે જ તેઓએ આગામી સમયમાં પણ સમસ્યાનો હલ નહી આવે તો વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારીઓ બતાવી છે. જોકે સમસ્યાઓની રજુઆતને પગલે મહેસાણા જિલ્લા કલેકટરે સબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી વહેલી તકે સમસ્યાનો અંત લાવવા પ્રયાસ શરૂ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ 250 કરોડના કામો કરવામાં આવનાર છે તેવું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચોઃ ધામણી ગામના લોકોને પૂછો શું છે એક ટીપું પાણીની કિંમત, 3 કિમી ચાલીને નદીના કોતરમાંથી ભરવું પડે છે પાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.