ETV Bharat / state

વિસનગરમાં 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય - CORONA UPDATES

વિસનગરમાં કોરોના મામલે તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બંધ મામલે લાંબી ચર્ચાઓ બાદ પદાધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ભારે રકઝક સર્જાઈ હતી. કોરોનાની ગંભીરતા સમજાવતા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા.

વિસનગરમાં 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય

author img

By

Published : Apr 14, 2021, 10:13 AM IST

Updated : Apr 14, 2021, 10:18 AM IST

  • તંત્ર દ્વારા બજારો સ્વૈચ્છિક બંધ રાખવા કરાઈ અપીલ
  • ભારે રકઝક બાદ વેપરીઓએ 7થી 2 માર્કેટ ખુલ્લુ રાખવાની શરતે બંધ માટે સહમત થયા
  • રાત્રી ખાણીપીણીના વ્યવસાય માત્ર પાર્સલ સેવાથી ચાલુ રાખવા નિર્ણય

મહેસાણા: જિલ્લામાં પ્રતિદિન 100 ઉપરાંત કોરોના પોઝિટિવ કેસો આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એક તરફ પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ બજારો બંધ કરાવવા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વેપારીઓને બજારો બંધ રાખવા ફરમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસનગરમાં તંત્ર અને વેપારી આલમ વચ્ચે મળેલી બેઠકમાં બજાર બંધ રાખવા અપીલ કરવામાં આવતા વેપરીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: ઊંઝા APMC અને શહેરમાં 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

વિસનગરમાં કોરોના મામલે તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ

વિસનગરમાં કોરોના મામલે તંત્ર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બંધ મામલે લાંબી ચર્ચાઓ બાદ પદાધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ભારે રકઝક સર્જાઈ હતી. કોરોનાની ગંભીરતા સમજાવતા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા. સવારે 7થી 2 વાગ્યા સુધી ગાઈડલાઈનનું પાલન કરીને ધંધા વેપાર કર્યા બાદ સંપૂર્ણ બંધ રાખવાનું સૂચન કર્યુ હતું. સમજાવટ બાદ વિસનગરના બંધ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, રાત્રે શરૂ થતાં ખાણીપીણીના વ્યવસાય મામલે પણ વેપારીઓની રજૂઆત બાદ રાત્રે 10 વાગ્યા સુધી માત્ર પાર્સલ સેવા આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઉપલેટાના વરજાંગજાળીયા ગામ દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય

Last Updated : Apr 14, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.