વિસનગર પોલીસ સામે પણ રાત્રી પેટ્રોલિંગને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હોટલ માલિકે 30 હજારની મત્તા ચોરીની વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં તપાસનો દોર શરૂ કર્યો છે.
વિસનગરમાં તસ્કરોએ હોટલને બનાવી નિશાન, 30 હજારની કરી ચોરી
મહેસાણાઃ વિસનગરના રેલવે સ્ટેશન પર આવેલ ગુપ્તા હોટલમાં દુકાનનું તાળું તોડી તસ્કરોએ 30 હજાર રોકડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, તસ્કરોએ નાસ્તા હાઉસને નિશાન બનાવી શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે.
વિસનગરમાં તસ્કરોએ હોટલને બનાવી નિશાન, 30 હજારની કરી ચોરી
વિસનગર પોલીસ સામે પણ રાત્રી પેટ્રોલિંગને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હોટલ માલિકે 30 હજારની મત્તા ચોરીની વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં તપાસનો દોર શરૂ કર્યો છે.
વિનસગરમાં નાસ્તાહાઉસનું તાળું તોડી રોકડની તસ્કરીને અંજામ, પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે સવાલ
વિસનગરના રેલવે સ્ટેશન પર આવેલ ગુપ્તા હોટલમાં રાત્રી દરમિયાન દુકાનનું તાળું તોડી તસ્કરોએ દુકાનમાં રહેલા ડ્રોવરમાં પડેલા 30 હજાર રૂપિયા રોકડની તસ્કરી કરી હોવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે રાત્રી દરમિયાન રેલવેસ્ટેશન નજીક આવેલ આ હોટલ પાસે જ પોલીસ પોઇન્ટ રાખવામાં આવ્યો છે છતાં તસ્કરો એ નાસ્તા હાઉસને નિશાન બનાવી શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી તસ્કરીને અંજામ આપ્યું છે ત્યારે વિસનગર પોલીસ સામે પણ રાત્રી પેટ્રોલિંગને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે હોટલ માલિકે પોતાની 30 હજારની મત્તા ચોરી થવા અંગે વિસનગર શહેર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં તપાસનો દોર શરૂ કર્યો છે
રોનક પંચાલ, ઇટીવી ભારત , વિસનગર-મહેસાણા