વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ વડનગર ખાતે થયો હતો અને નાનપણ વડનગરમાં જ વિતાવ્યું હતું. તેમજ તેઓએ વડનગરના રેલવે સ્ટેશન ખાતે નોકરી પણ કરી હતી. આજે પણ તેમના કેટલાક પરિવારજનો અને મિત્રો વડનગરમાં વસે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આજે બીજી પણ ગ્રહણ કર્યા છે ત્યારે વડનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણીને વડનગર વાસીઓએ ઉજવણી કરી હતી. વડનગર ખાતે આવેલા શર્મિષ્ઠા તળાવના તટે વડનગર વાસીઓ એકઠા થયા હતા. ત્યાં મોટી LED સ્ક્રીન પર શપથવિધિ સમારોહ નિહાળ્યો હતો. આ સાથે જ આનંદના ગરબાનો પણ મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મહિલાઓએ આરતી કરીને પ્રસાદ વેચીને ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા બાદ સ્થાનિકોએ મોદી- મોદીના નારા લગાવ્યા હતા અને સાથે જ ભાજપના ઝંડા ફરકાવીને ઉજવણી કરી હતી.
સમગ્ર વડનગરમાં નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી તમામ મોઢેથી એક જ નામ સાંભળવા મળી રહ્યું હતું "મોદી". વડનગર વાસીઓએ મોદીના શપથવિધિ સમારોહ વખતે જ આતશ બાજી કરીને અભિવાદન કર્યું હતું. તો શપથ વિધિ પૂરી થયા બાદ શર્મિષ્ઠા તળાવના તટે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી ગરબાના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ડીજેની થીમ પર મોદીના ગીતો પર નાચી ઉઠયા હતા.