- વડનગરમાં પુરાતત્વ વિભાગની કામગીરી
- અમરથોળ વિસ્તારમાં ઉત્ખનન કામગીરી
- જમીનમાં ઉત્ખનન દરમિયાન અવશેષો મળી આવ્યા
- 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળી આવ્યો
- 1000 વર્ષ જુના સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા
મહેસાણા: જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઉતખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલા અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલા જમીનમાં સંશોધનની કામગીરીમાં એક 2 હજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો હતો. જે 1 કિ.મિ જેટલો લાંબો હોવાનું અનુમાન છે. અહીંથી અન્ય સ્ટ્રક્ચર મળી આવ્યા હતા. જ્યારે અહીં પહેલા કોઈ પ્રજાતી વસવાટ કરતી હોય તેમ કેટલાક સ્ટ્રક્ચર પણ મળી આવ્યા હતા. જેમાં ગટર તેમજ દીવાલ સહિતના આકારો જોવા મળી રહ્યા છે.
સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા
મહેસાણા જિલ્લાના વડનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પુરાતન વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બૌદ્ધ મઢ અને બૌદ્ધ વિહાર સહિતના અવશેષો મળી આવ્યા છે. ત્યારે આજે વધુ એકવાર પુરાતત્ત્વ વિભાગને અહીંથી જમીનમાં ખોદકામ કરતા કેટલાક વર્ષો જુના સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા હતા. મહત્વનું છે કે જમીનમાંથી મળતી ચીજ વસ્તુઓએ પૌરાણિક હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે, પરંતુ ચોક્ક્સપણે અવશેષો શું છે અને કેટલા પૌરાણિક છે તે જાણવા માટે તમામ મળી આવેલા અવશેષોને પરીક્ષણ માટે મોકલી અપાવામાં આવતા હોય છે.
વડનગરમાં પુરાતત્વ વિભાગના અધિકારી સંપર્ક વિહોણા
કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગની કામગીરી સરકાર દ્વારાહર હમેશ વખાણવામાં આવે છે, પરંતુ આજે જ્યારે વૈભવી ઇતિહાસની ગાથા સાથે જોડાયેલા વડનગરમાં કાર્યરત કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અધિકારી સહિતના લોકો તેમની કામગીરી બાબતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી વડનગરના ઇતિહાસને ઉજાગર કરવાના સરકારના સપનાઓ પર પાણી ફેરવી રહ્યા છે.