- ઐતીહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન એક પ્રાચીન સ્ટ્રક્ચર મળી આવ્યુ
- કેપસુલ આકારનું પૌરાણિક સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ જોવા મળ્યો
- પુરાતત્વ વિભાગ દ્વારા તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે
મહેસાણા: વડનગર એક પ્રાચીન ઐતીહાસિક નગરી (Vadnagar Historic town) તરીકે ખૂબ જાણીતું નગર છે. જેનો ઐતીહાસિક વારસો ખૂબ વૈવિધ્ય સભર છે. આ શહેર પ્રાચીન સમયમાં 7 વાર નષ્ટ પામી પુનઃ ઉભું થયું છે. અહીં ધરતીના પેટાણમાં અનેક શાસન અને ધર્મનો વારસો રહેલો છે. ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધ નરેન્દ્ર મોદી દ્વારા વડનગરના ઐતીહાસિક વારસાને ઉજાગર કરવા શરૂ કરાયેલ ઉત્ખનન પ્રક્રિયામાં પહેલા રાજ્ય સરકાર બાદ હવે ભારત સરકાર પણ આ ઉત્ખનન કામગીરીમાં લાગી છે. જે કામગીરી દરમિયાન વડનગરની ઐતીહાસિક ધરોહરમાંથી સમયાંતરે કઈક અવનવી ચીજ વસ્તુઓ અને સ્ટ્રક્ચર મળી આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક કેપસુલ આકારનું પૌરાણિક સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ જોવા મળ્યો છે.
પ્રાચીન અવશેષો અને સ્ટ્રક્ચર વડનગરની ધરતીમાંથી ઉત્ખનન દરમિયાન મળી આવ્યા
વડનગરની ધરોહરમાંથી અત્યાર સુધી જુદી જુદી સાઇટ પર પુરાતત્વ વિભાગ (Department of Archeology) દ્વારા ઉત્ખનન કરવામાં આવતા પ્રાચીન સમયના બૌદ્ધ ધર્મના અવશેષો , બુદ્ધ મઠ, બુદ્ધ સ્તૂપ, સોલંકી ક્લીન ઇમારતોની દીવાલ, મંદિરના સ્ટ્રક્ચર, હાડપિંજર, બંગળી, શંખ, મોતી, માટીના વાસણો વગેરે ચીજ વસ્તુઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, વિશેષ પ્રકારના સ્ટ્રક્ચરમાં બૌદ્ધ મઠ અને સ્તૂપ બાદ કારખાના જેવું સ્ટ્રક્ચર, મોટા માટલા અને હાડપિંજર જેવી રચનાઓ, મોટી અને લાંબી દીવાલો, કુંડ, દિશા ચક્ર અને તાજેતરમાં એક કેપસુલ આકારની રચના મળી આવી છે.
આ પણ વાંચો: માણસાના વિહાર ગામેં પ્રાચીન મૂર્તિઓ મળી આવી
કન્ડજે 2000 વર્ષ જૂની કેપસુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું
વડનગર ખાતે રેલવે ફાટક નજીક અનાજ ગોડાઉન પાસે પુરાતત્વ વિભાગના (Department of Archeology) ઉત્ખનન દરમિયાન તાજેતરમાં એક કેપસુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. જે સ્ટ્રક્ચર મામલે પુરાતત્વ વિભાગના સ્થાનિક અધિકારી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કેપસુલ આકારનું સ્ટ્રક્ચર અંદાજે 2000 વર્ષ જેટલું પ્રાચીન હોવાનું અને તે પ્રાચીન સમયમાં કોઈ ધાર્મિક એક્ટિવિટી માટે નિર્માણ કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેમના સંશોધન બાદ આ સ્ટ્રક્ચર શુ છે અને કેટલું પ્રાચીન અને ક્યાં કામ અર્થે નિર્માણ પામ્યું હશે તેવા પ્રકારના સવાલો પરથી પડદો ઉચકાશે.
આ પણ વાંચો: 100 વર્ષ પહેલા વારાણસીથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પરત લાવવામાં આવશે