વડનગર પોલીસે શખ્સ પાસેથી મળી આવેલ સોનાની ચેન, એક્ટિવા સહિતના મુદ્દામાલની તપાસ કરી માલ ચોરી અને લૂંટનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં અજાણ્યા યુવકે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેવાસી રાજેશ દશરથ ભોઈ હોવાનું સામે આવ્યું હતું. મહેસાણામાં એરોડ્રામ નજીક દ્વારકાપુરી ફ્લેટમાંથી એક્ટીવા ચોરી, મહેસાણા ગુજરાત હાઉસિંગ બોર્ડની મહિલાના સોનાના ચેનની તફડંચી, અમદાવાદના શાહવાડીથી બાઇકની ચોરી અને વસ્ત્રાપુર એસ.જી હાઇવે પરથી મોપેડની ચોરીનો ભેદ વડનગર પોલીસે ઉકેલ્યો હતો.
વડનગર પોલીસે એક શકમંદ શખ્સને ઝડપી મહેસાણા અને અમદાવાદના કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોરી અને લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, પોલીસ તપાસમાં આરોપી ગુનાહિત કામ કેમ કરતો અને હજુ કેટલા ગુનામાં સંડોવાયેલો છે. તેની તપાસ હાથ ધરી છે.