ETV Bharat / state

આજથી મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ-2020 - મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ

મહેસાણા: મોઢેરા સૂર્ય મંદિર ખાતે મંગળવારથી દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-2020નો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. જ્યારે બીજા દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે સમાપન કરવામાં આવશે.

મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો પ્રારંભ થશે
મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો પ્રારંભ થશે
author img

By

Published : Jan 21, 2020, 3:31 PM IST

મોઢેરા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરના સાનિધ્યમાં નૃત્યકલા અને સંસ્કૃતિના સમન્વય એવા ઉત્તરાર્ધ મહોત્સવ-2020નો પ્રારંભ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે. જેમાં ધરતી પરના સાક્ષાત દેવતા સૂર્યનારાયણ દેવની ઉપાસના માટે સંગીત અને નૃત્ય થકી સંસ્કૃતિની ઝલક છલકાશે.

આ સૂર્યમંદિરમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વગેરેનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કરવામાં આવ્યુ છે. આ મહોત્સવની ઉજવણી કરવામાં આવતા સાંસ્કૃતિક વારસો અને કલાને જીવંત રાખી શકાય છે.

સૂર્યમંદિરને દુલ્હનની જેમ સજાવાવમાં આવ્યું છે. જેના પ્રાંગણમાં રાજ્યના સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, મહેસાણા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યો સહિત પ્રદેશના વિવિધ નામાંકિત કલાકારો કલા અને સંસ્કૃતિનું રસપાન કરાવશે.

આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં ૧૯૯રથી ઉજવણી કરવામાં આવે છે.

ઉત્તરાર્ધ ઉત્સવ ર૦ર૦માં આ વર્ષે પ્રથમ દિવસે ર૧ જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ અને કલાગુરૂ શીતલ બારોટની ગણેશવંદના તથા સુધાજી ચંન્દ્રન ભરતનાટયમ્, ગ્રેસીસીંગજી ઓડીસી, કેવી સત્યનારાયણ કુચીપુડી બેલે, વિનિતા નંદન મોહીની અટ્ટમ, મોહેંતી ઓડીસી નૃત્યો પ્રસ્તુત કરશે.

આ નૃત્યોત્સવના બીજા દિવસે 22 જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ શીતલ મકવાણાની ગણેશ વંદના, પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, વૈશાલી ત્રિવેદી કથ્થક, જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ, સપના શાહ ભરત નાટયમ્, અલોકા કાનુંગો ઓડીસી અને દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. આ ઉત્તરાર્ધ ઉત્સવમાં રમત-ગમત યુવા સાંસ્કૃતિક બાબતોના રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલ તેમજ મહિલા બાળકલ્યાણ વિભાવરીબહેન દવે પણ ઉપસ્થિત રહેશે.

ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપમાં રામાયણ મહાભારતના કથાનક શિલ્પો તેમજ કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારવામાં આવેલા છે. ભારતમાં કોર્ણાક, મંદસૌર, લાટપૂર અને કાશ્મીરમાં માર્તંડ સૂર્યમંદિરો સાથે ગુજરાતના આ મોઢેરા સૂર્યમંદિરનું પણ સૂર્યોપાસના માટે અદકેરૂં મહત્વ છે

Intro:મહેસાણા સૂર્યમંદિર પર અવકાશી નજરનો અદભુત નજારો સાથે આજે ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો પ્રારંબ થશેBody:મહેસાણા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજ થી દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપનીના હસ્તે કારશે પ્રારંભ જ્યારે બીજા દિવસે ના.મુખ્યમંત્રી નીતિન પટેલ કરાવશે સમાપન

મહેસાણાના મોઢેરા ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિર ના સાનિધ્યમાં આજે નૃત્ય કલા અને સંસ્કૃતિ ના સમન્વય એવા ઉત્તરાર્ધ મહોત્સવ 2019નો પ્રારંભ રાજના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે જેમાં ધરતી પરના સાક્ષાત દેવતા સૂર્યનારાયણ દેવની ઉપાસના માટે સંગીત અને નૃત્ય થકી સંસ્કૃતિ ઝલક છલકાશે

મહેસાણા જિલ્લા માં ઐતિહાસિક ધરોહર એવા બે મહત્વના પૌરાણિક સ્થળો વડનગર અને મોઢેરા ખાતે આવેલા છે જેમાં પ્રતિ વર્ષ ઉત્સવોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે ઉત્સવ થકી આજે મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિરે સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરતા સાંસ્કૃતિક વારસો અને કલાને જીવંત રાખવામાં આવી રહી છે

મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર જાણેકે આજે દુલહનની જેમ સજાવાવમાં આવ્યું છે જેના પ્રાંગણમાં આજે રાજ્યના સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, મહેસાણા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યો સહિત પ્રદેશના વિવિધ નામાંકિત કલાકારો અને તેમની ટીમ નૃત્યની શૃંખલા રજૂ કરતા આજે પ્રથમ દિવસે નૃત્યોની આકર્ષક રજુઆત કરી ઉપસ્થિત શ્રોતાઓને કલા અને સંસ્કૃતિ નું રસપાન કરાવશે

મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં ૧૯૯રથી ઉજવણી કરવામાં આવે છે.
ઉત્તરાર્ધ ઉત્સવ ર૦ર૦માં આ વર્ષે પ્રથમ દિવસે તા. ર૧ જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાકારશ્રી ભરત બારીયા, ગૌરવ પુરસ્કાર કલાકારશ્રી, શ્રી અક્ષય પટેલ અને સુશ્રી કલાગુરૂ શીતલ બારોટની ગણેશવંદના તથા સુશ્રી સુધાજી ચંન્દ્રન ભરતનાટયમ્, સુશ્રી ગ્રેસીસીંગજી ઓડીસી, કેવી સત્યનારાયણ કુચીપુડી બેલે, સુશ્રી વિનિતા શ્રીનંદન મોહીની અટ્ટમ, સુશ્રી મોહેંતી ઓડીસી નૃત્યો પ્રસ્તુત કરશે.
આ નૃત્યોત્સવના બીજા દિવસે તા.રર-૧-ર૦ર૦ના રોજ ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના, સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, સુશ્રી વૈશાલી ત્રિવેદી કથ્થક, સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ સુશ્રી સપના શાહ ભરત નાટયમ્, સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ ઉત્સવનું સમાપન તા. રર જાન્યુઆરીએ કરાવવાના છે.
આ ઉત્તરાર્ધ ઉત્સવમાં રમત-ગમત યુવા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ મહિલા બાળકલયણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે પણ ઉપસ્થિત રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતુ હતું તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઇ.સ.૧૦૨૬માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલુ છે.

ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપમાં રામાયણ મહાભારતના કથાનક શિલ્પો તેમજ કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારવામાં આવેલા છે. ભારતમાં કોર્ણાક, મંદસૌર, લાટપૂર અને કાશ્મીરમાં માર્તંડ સૂર્યમંદિરો સાથે ગુજરાતના આ મોઢેરા સૂર્યમંદિરનું પણ સૂર્યોપાસના માટે અદકેરૂં મહત્વ છે.Conclusion:રોનક પંચાલ, ઈટીવી ભારત, મોઢેરા-બેચરાજી-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.