ETV Bharat / state

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જનહિતમાં ચલાવ્યું સિલાઈ મશીન

દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે વાઇરસના સંક્રમણને અટકાવવા જનહિતમાં ઉંઝા ધારાસભ્ય આશાબેન પટેલે સખીમંડળની બહેનો સાથે સહયોગ કરી 5,000 ઉપરાંતના માસ્ક તૈયાર કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જનહિતમાં શિલાઈ મશીન ચલાવ્યું

author img

By

Published : Apr 20, 2020, 12:19 PM IST

મહેસાણાઃ કોરોના વાઈરસની દહેશત દેશ અને દુનિયામાં ફેલાયેલી છે, ત્યારે વાઇરસના સંક્રમણને અટકાવવા મોઢે માસ્ક બાંધવું આવશ્યક બન્યું છે. ત્યારે, માસ્કની જરૂરિયાતને પહોંચીવળવા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા ઊંઝાના સામજિક આગેવાન અને ધારાસભ્ય આશાબેન પટેલે 22 વર્ષ બાદ પોતે સિલાઈ મશીન ચલાવી માસ્કનું ઉત્પાદન કરી રહ્યા છે. ધારાસભ્યના આ ભગીરથ કાર્યમાં ઉંઝાના પંચમુખી સખી મંડળની 2000 બહેનો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોતના ઘરે બેસી માસ્કનું ઉત્પાદન કરી રહી છે.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જનહિતમાં ચલાવ્યું સિલાઈ મશીન

છેલ્લા 25 દિવસથી માસ્ક ઉત્પાદનના આ કાર્યમાં અત્યાર સુધી 5,000 ઉપરાંતના માસ્ક બનાવવામાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારને માસ્કની જરૂરિયાત ધરાવતી સંસ્થાઓ થકી માસ્ક બનાવવાના ઓર્ડર લાવી મહિલાઓને લોકડાઉનના સમયમાં ન્યૂનતમ વેતન મેળવી પોતાના પતિવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુંથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. આશાબેન પટેલ દ્વારા જરૂરિયાત મંદ લોકોને પોતાના ઘરેથી ફૂડ કીટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.