ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ પ્રદર્શનો વચ્ચે પૌરાણિક કાલમાં મન મોભાની મહત્વકાંક્ષા સાથે સામાજિક, રજવાડી,વ્યક્તિગત અને જુદા જુદા પ્રાંતકાળની ઓળખ કરાવતી પાઘડીઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં લગભગ 1000 જેટલી પાઘડીઓને ગોઠવી તે પાઘડી ક્યાં સ્મયકલમાં કોના માથે શોભયવાન થતી હોતી તે વિગતો દર્શાવાઇ હતી. વિદ્યાર્થીઓના પુસ્તકોમાં રહેલા જ્ઞાનને આજે સૌ કોઈ રાજા મહારાજાઓ અને વિવિધ પ્રાંત સંપ્રદાય સાથે વિશેષ વ્યક્તિની પાઘડીઓ જોઈ ઇતિહાસથી રૂબરૂ થયા હતા.
આ પ્રદર્શનમાંમાં સૌથી મોટી પાઘડી હતી જે ગણપતિ દાદાના શિરે શોભાયમાન થઈ હતી ત્યારે આજના સમયમાં જે વડીલો ટોપી પહેરતા જતા અને એક માનમોભાની જે ટોપી દ્વારા અભિવ્યક્તિ થતી હતી તે પરંપરા કહી શકાય કે વર્ષો વર્ષ પહેલાં આ પાઘડી સ્વરૂપે ચાલી આવી હશે.